July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.12: નવસારી જિલ્લામાં ઉપરવાસના વરસાદના કારણે નવસારી શહેરના નિચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાઈ ગયેલા હોવાથી અસરગ્રસ્‍તોનું સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્‍તારમાં નુકશાન થયું હતું. જેના પગલે પાણી પુરવઠા રાજયમંત્રી અને નવસારીના જિલ્લા પ્રભારી જીતુભાઈ ચૌધરીએ અસરગ્રસ્‍ત સ્‍થળની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં. સ્‍થળાંતરિત કરેલા શહેરીજનોને સેલ્‍ટર હોમ તથા શાળામાં આશ્રય આપ્‍યું હતું ત્‍યાં પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓને રહેવા-જમવાની વ્‍યવસ્‍થા સાથે કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ના થાય તેની કાળજી રાખવા અધિકારીઓને જણાવ્‍યું હતું.
આ મુલાકાત દરમિયાન નવસારીના ધારાસભ્‍ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ શ્રી પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નવસારી નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી સાથે રહ્યા હતા.

Related posts

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

લીલાછમ સૌંદર્ય વાતાવરણમાં રાષ્‍ટ્રીય પક્ષી મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા કળા કરી થનગનાટ કરતો કેમેરામાં કેદ થયો

vartmanpravah

રોકાણકારોને કરોડોનો ચુનો ચોપડનાર ચીખલી મજીગામના સમર ગ્રુપના બે ડિરેક્‍ટરો અને એક કર્મચારીના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

vartmanpravah

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

Leave a Comment