17 ઘરોમાંથી પૂજા કરેલ લડ્ડુ ગોપાલનું સામુહિક પૂજન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વાપી સહિત સનાતન ધર્મમાં દેવ ઉઠી એકાદશીનો મહિમાભારતભરમાં છે તે અનુસાર વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીની ઉજવણી અંતર્ગત લડ્ડુ ગોપાલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
બુધવારે ચલા શુભમ ટાવર-2માં યોજાયેલ લડ્ડુ ગોપાલ મહોત્સવનું ધામધુમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પરિસરના વિવિધ ઘરોમાં પુજીત 17 લડ્ડુ ગોપાલનું ઉજવણીમાં સામુહિક પૂજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શ્રધ્ધાળુઓએ સંગીત નૃત્ય સુમધુર ભજનો દ્વારા લડ્ડુ ગોપાલને ખુબ રિજાવાયા હતા. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમ બાદ લડ્ડુ ગોપાલને છપ્પન ભોગ મહાપ્રસાદ ધરાવીને કાર્યક્રમનું આસ્થાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.