January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

ઈલેક્‍ટ્રીક ઓટો વાહનો સફળ રહેતા ઠેર ઠેર પેટ્રોલ પમ્‍પની માફક ચાર્જીંગ સ્‍ટેસન પણ કાર્યરત થઈ ચૂક્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: એકવીસમી સદી ઈલેક્‍ટ્રીક ચાર્જીંગથી ચાલતા વાહનોની શરૂ થઈ ચૂકી છે.ઓટો ઈલેક્‍ટ્રીક ચાર્જીંગ કારોની લોકપ્રિયતા સાથે સાથે માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. તેથી વાપીમાં પણ ઓટો કાર ચાર્જીંગ સ્‍ટેશન પેટ્રોલ પમ્‍પની જેમ શરૂ થઈ ચૂક્‍યા છે. પેટ્રોલ પમ્‍પની જેમ કાર ચાલકોનો કાર ચાર્જીંગ કરવાનો ચાર્જીંગ સ્‍ટેશનમાં ધસારો જોવા મળી રહ્યો છે.
વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર પાસે આવેલ શાંતિ કોમ્‍પલેક્ષમાં કારો માટેનું ચાર્જીંગ સ્‍ટેશન કાર્યરત થયેલું છે. આ ચાર્જીંગ સ્‍ટેશનમાં મુંબઈથી સુરત અવર જવર કરતી તેમજ સ્‍થાનિક કારો ચાર્જીંગ કરવા માટેનો ધસારો આજકાલ જોવા મળી રહ્યો છે. કોઈપણ મેન પાવર વગર સ્‍વયં સંચાલિત ચાર્જીંગ મશીન કાર્યરત છે. કાર આવી થોભે મશીનનું ચાર્જીંગ હેન્‍ડલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ કારમાં લગાવી દે પછી કાર્ડને ટચીંગ કરે એટલે કારમાં ઓટોમેટિક ચાર્જીંગ શરૂ થઈ જાય છે. ચાર્જ થઈ ગયાનું ડિરેકશન ઈન્‍ડીકેટર પણ કાર્યરત હોય છે. કાર્ડ થકી નોર્મલ ચાર્જ કપાઈ જતો હોય છે. અહીં ચાર્જ કરવા આવેલ મુંબઈ કાર માલિકે જણાવેલું કે એકવાર ચાર્જ થઈ ગયા પછી કાર 100 કિ.મી. ઉપરાંત સામાન્‍ય કારની જેમ દોડે છે.

Related posts

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

અદાણી ફાઉન્‍ડેશન હજીરાએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અનોખી રીતે ઉજવ્‍યો

vartmanpravah

લોકસભાની સામાન્‍ય ચૂંટણી-2024ને અનુલક્ષી દાદરા નગર હવેલીમાં જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

દાનહ-સાયલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

vartmanpravah

તા.01.01.2024 થી અમલમાં આવનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની લોકસભા મતદાર યાદીમાં કોઈ વાંધા-ફરિયાદ માટે 5 ડિસેમ્‍બરે મોટી દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં બેઠક

vartmanpravah

Leave a Comment