Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી શહેરમાં રોડ ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષો રોપી કોંગ્રેસે નોંધાવેલો વિરોધ

પાલિકાને ભંડોળ અપાવવા નાણામંત્રી ઉણા ઉતરી રહ્યા છે : ખંડુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી સહિત સમગ્ર વિસ્‍તારમાં વરસેલા અતિશય વરસાદને લીધે ઠેર ઠેર રોડ ઉપર ખાડે ખાડા પડી જતા રોડની હાલત કંગાલ થઈ ગઈ છે ત્‍યારે શહેરમાં પડેલા ખાડાઓ માટે આજે રવિવારે પાલિકા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્‍યો હતો. વોર્ડ નં.8 વિસ્‍તારના તૂટી ગયેલા રોડ પરના ખાડાઓમાં વૃક્ષો વાવી પાલિકાના થાળે ગયેલા વહીવટ સામે સુત્રોચ્‍ચાર કરી રોડ જલદી બનાવવાની માંગણી કરી હતી.
વાપી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને મહિલા સમિતિએ વોર્ડ નં.8 માં રોડ ઉપર પડેલા ખાડાઓ માટે વિરોધ પ્રદર્શન કરી ખાડાઓમાં વૃક્ષો વાવ્‍યા હતા. આ પ્રસંગે ખંડુભાઈએ જણાવ્‍યું હતું કે, પારડી વિધાનસભા વિસ્‍તારમાં વાપી પાલિકા આવી છે. ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ નાણામંત્રી છે છતાં પણ પાલિકાને નાણા ફાળવવા નિષ્‍ફળ રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો. કાર્યકરોએ તૂટેલા રોડ ઉપર વૃક્ષારોપણ કરી સત્તાધારી ભાજપ પક્ષ અને સરકાર સામે વિરોધ કરી આકરા પ્રહાર કર્યા હતા. નોંધનીય છે કે, વિરોધ કરવા માટે ગણીને 12 કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા ત્‍યારે શહેર કોંગ્રેસ શહેરના વિકાસમાંઉદાસીન હોય તેવુ જણાયું હતું.

Related posts

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah

ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment