(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 2 દિવસીય યોગ શિબિરનું આયોજન વાપી ખાતે થયું હતું. આજરોજ પ્રથમ દિવસે વાપીના છરવાડા ખાતે આવેલ ઓસવાલ હોલ ખાતે 500 થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા, શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે બી.કે. રશ્મિદીદી બ્રહ્માકુમારી સંસ્થા વાપી, વિઠ્ઠલભાઈપટેલ ભૂતપૂર્વ પ્રમુખ વાપી નગરપાલિકા અને રાજુભાઈ ભાલાણી વાપી તાલુકા પ્રમુખ ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિષપાલજી તેમજ સાઉથ ઝોન કોઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ વલાસડ ડિસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર નિલેશ કોસિયા શિબિરનું સંચાલન કરી રહ્યા છે. શિબિરને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વાપી અને ઉમરગામ તાલુકાના યોગ કોચ અને યોગ ટ્રેનર પરિશ્રમ કરી રહ્યા છે.