ડિસેમ્બર 22ના રોજ અમદાવાદમાં યોજાનાર કરણી સેનાના રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત રાજ શેખાવત વાપી પધાર્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: લોરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતિ અમદાવાદ જેલમાં છે પરંતુ લોરેન્સનું નામ આજકાલ નેશનલ મીડિયામાં ખુબ ચગી રહ્યું છે. ખાસ કરીને અભિનેતા સલમાન ખાનની પાસે 5 કરોડની ફિરોતીની માંગણી બાદ એજ લોરેન્સ બિશ્નોઈના માથા માટે ભારતીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ ડો.રાજ શેખાવત પણ એ 11,11,111 રૂપિયાના ઈનામની જાહેરાત કરી ત્યારથી ડો.રાજ શેખાવત પણ એટલા જ ચર્ચામાં છે. રવિવારે ડો.રાજ શેખાવત વાપીના મહેમાન બન્યા હતા.
ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં તેમની ઓફીસ સામે લોરેન્સ બિશ્નોઈના શાર્પશુટરોએ ગોળીઓથી ભુંજી દીધા હતા. એજ લોરેન્સના માથા માટે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજ શેખાવત પણ મેદાનમાં આવી ગયા છે. તેમણે લોરેન્સના માથા માટે 11,11,111 રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. લોરેન્સનું માથું તેમને એટલા માટે જોઈએ છે કે થોડા સમય પહેલાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની કરપીણ હત્યા લોરેન્સના શાર્પ સુટરોએ તેમની જ ઓફીસમાં કરી હતી. હાલમાં બહુચર્ચિત એવા ડો.રાજ શેખાવત વાપીના મહેમાન બન્યા હતા. કારણ કે કરણી સેનાનું રાષ્ટ્રીય અધિવેશન 22મી ડિસેમ્બરે અમદાવાદમાં યોજાનાર છે.તેના પ્રચાર-પ્રસાર માટે તેઓ વાપી આવ્યા હતા.