August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ લૉ કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયોઃ 75 સ્‍ટુડન્‍ટને મળી એલએલબીની ઉપાધિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ કોલેજમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનું ઉદ્‌ઘાટન ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યું હતું. આ દિક્ષાંત સમારોહમાં વર્ષ 2020-2021 બેચના ત્રીજા વર્ષના 7પ વિદ્યાર્થીઓને એલએલસબીની ઉપાધિ આપવામાં આવી હતી.
સમારોહમાં 75 વર્ષની ઉંમરના ડિગ્રી લેનાર શ્રી હરિસિંહ સોલંકીને જોઈ એવુ કહેવાય છે કે ભણતર લેવાની કોઈ ઉંમર હોતી નથી.
આ સમારોહમા મુખ્‍ય અતિથિ શ્રી રમેશ નેગી રિટાયર્ડ આઈએએસ,5મી ફીસ રેગ્‍યુલેટરી કમિટીની ઉપાધિ ગ્રહણ કરનાર વિદ્યાર્થીઓને શુભકામના આપી અને સફળ જીવનના ગુણ શીખવ્‍યા. તેઓએ જણાવ્‍યું કે, વિદ્યાર્થીઓને સામાજીક સમસ્‍યાઓ પ્રત્‍યે હંમેશા સજાગ અને જાગૃત રેહવાની જરૂરત છે. મને ખુશી થઈ રહી છે કે, વર્ષ 2018માં સ્‍થાપિત આ લૉ કોલેજમાં પ્રદેશના જ નહિ બીજા રાજ્‍યના વિદ્યાર્થીઓ પણ ભણવા માટે આવે છે આવનાર સમયમાં આ વિદ્યાર્થીઓ સમાજ અને દેશમાં પ્રવર્તતી કાયદાકીય સમસ્‍યાઓના નિરાકરણમાં પોતાનું અમૂલ્‍ય યોગદાન આપવાનું કાર્ય કરશે.
વિશેષ અતિથિ તરીકે શ્રી દિપક મુકાદમવાઈસ ચાન્‍સેલરના પ્રતિનિધિ, યુનિવર્સિટી ઓફ મુંબઈએ જણાવ્‍યું હતું કે, દિક્ષાંત સમારોહ એક એવો અવસર છે કે, જેમાં વિદ્યાર્થીઅએ તેમના અભ્‍યાસના સમયગાળા દરમિયાન કરેલી મહેનતને ધ્‍યેય પ્રાપ્ત કરવા અને સફળતા પ્રાપ્ત કરવા સાથે જોડાયેલી છે. આ પ્રવાસમાં અમારા વિદ્યાર્થીઓ ઘણી અસાધારણ ક્ષણોનો અનુભવ કરે છે. આ કાર્ય અન્‍ય અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ કાર્ય કરે છે.
લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે જણાવ્‍યુ કે, આ લૉ કોલેજનો ઉદ્દેશ્‍ય એવા વકીલોને તૈયાર કરવાનો હોય છે જે વ્‍યવસાયિક રૂપે કુશળ હોય અને ગહન જ્ઞાન રાખતા હોય, તેઓ ના કેવલ વકીલો અને ન્‍યાયાધીશ બને પરંતુ જન અપેક્ષાઓને પૂર્ણ કરવા તથા ભારતના સંવિધાનની રક્ષા કરવા માટે તૈયાર થાય. આજે વકીલાત વ્‍યવસાયમાં એ પ્રકારે લોકો આકર્ષિત થઈ રહ્યા છે, જે પ્રકારે પહેલા મેડિકલ અને એન્‍જિનિયરના વ્‍યવસાયમાં થતો હતો. વકીલાત વ્‍યવસાય દરેક સમાજમાં પ્રામાણિક વ્‍યવસાય માનવામા આવે છે, જ્‍યાં કાનૂનનું શાસન ચાલે, અહીંથી નિકળનાર વિદ્યાર્થી કુશળ વકીલ, જજ, કોર્પોરેટ જગતના એડવાઈઝર બની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ કોલેજનું નામ રોશન કરે. લૉ નું ભણતર કમાવવા માટે નહિ,જરૂરિયાતમંદોને ન્‍યાય અપાવવા માટે કરવું. ખરી કાનૂની સલાહ ના મળવાને કારણે જરૂરિયાતમંદ ન્‍યાય માટે ભટકતા રહે છે. ન્‍યાય અપાવવાનો આનંદ બહુ જ સુખદ હોય છે. આ અવસરે રિટાયર્ડ આઈએએસ શ્રી રમેશ નેગી, કુલપતિ યુનિવર્સીટી ઓફ મુંબઈ શ્રી દિપક મુકાદમ, ડેપ્‍યુટી રજીસ્‍ટાર સુવર્ણા મહાદિક, ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણ, સેક્રેટરી શ્રી એ.નારાયણન, ટ્રેઝરર શ્રી વિશ્વેશ દવે, શ્રી અભિષેક ચૌહાણ સેક્રેટરી હવેલી ફાઉન્‍ડેશન, કોલેજના આચાર્ય, લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલનો સ્‍ટાફ અને સેલવાસ કોર્ટના એડવોકેટ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપની પ્રચંડ ધડાકા સાથે ધરાશાયી

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

vartmanpravah

ખરાબ મૌસમનો ભોગ બનતાં દીવના દરિયામાં વણાંકબારાની ફાયબર બોટે લીધી જળ સમાધી

vartmanpravah

પારડીના પરિયામાં સાંસદ ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

Leave a Comment