January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: આજે તા.20 જુલાઈના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલના હોદ્દા ઉપર બે વર્ષ પરીપૂર્ણ કરતા વાપી શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની પ્રથમ વરણી છેતેથી ભાજપમાં કાર્યકરો, હોદ્દેદારોમાં શરૂઆતથી ઉત્‍સાહ-ઉમંગ જોવા મળી રહ્યો છે. નવસારીના સાંસદ શ્રી પાટીલએ સંગઠનના પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ કર્યા છે. તેથી સમગ્ર ગુજરાતમાં તેની ઉજવણી કરવામાં આવી છે તે અંતર્ગત આજે વાપી શહેર, તાલુકા અને નોટીફાઈડ ભાજપ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્‍પેશ દેસાઈ, પારડી વિધાનસભા પ્રભારી હેમંતભાઈ ટેલરની ખાસ ઉપસ્‍થિતિ હતી. વાપી તા. પ્રભારી પરેશભાઈ દેસાઈ, ન.પા. કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈ, શહેર મહામંત્રી વિરાજ દક્ષિણી, પાલિકા પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, ન.પા.ના ચૂંટાયેલા સભ્‍યો સહિત કાર્યકરો ઉજવણીમાં જોડાયા હતા. શહેર પ્રમુખ સતિષભાઈ પટેલની આગેવાની હેઠળ સરદાર ચોકમાં આયોજીત થયેલી ઉજવણી કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્‍સાહભેર કરી હતી.

Related posts

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

સોળસુંબા પંચાયતે પરવાનગી વગર નિર્માણ થઈ રહેલા બાંધકામ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા દુણેઠા ગ્રા.પં.ના હોલમાં ગરબા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment