Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા(ગુ.મા.), રખોલીમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, રખોલી (ગુજરાતી માધ્‍યમ)માં આજે ‘રાષ્ટ્રીય સેવા યોજના દિવસ’ (એન.એસ.એસ.) દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારભ મુખ્‍ય અતિથિ શ્રી જયંતીભાઈ ભંડારી તથા આચાર્ય શ્રીમતી અદિતબેન પટેલ, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી જયેન્‍દ્રસિંહ સોલંકી અને અન્‍ય શિક્ષકમિત્રોએ દીપ પ્રગટાવીને કર્યો હતો.
અત્રે યાદ રહે કે, ‘રાષ્ટ્રીય સેવા યોજના દિવસ’ મહાત્‍મા ગાંધીની શતાબ્‍દી દરમિયાન, 24 સપ્‍ટેમ્‍બર 1969ના રોજ, ભારતના તત્‍કાલીન શિક્ષણ મંત્રી ડૉ. વી.કે.આર.વી. રાવે 37 યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રીય સેવા યોજના લાગુ કરી હતી. તે સમયે એન.એસ.એસ.માં 40હજાર સ્‍વયંસેવકો હતા. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિત્‍વ અને ચારિત્ર્યનો વિકાસ તેમજ રાષ્ટ્ર સેવા માટે તેમને જાગૃત કરવાનો છે. એન.એસ.એસ.ની રચના કે જે વિદ્યાર્થીઓની પ્રગતિ માટે કલ્‍યાણનો વિચાર પ્રસ્‍થાપિત કરીને અને પૂર્વગ્રહ વિના સમાજને સેવા પુરી પાડવા માટે રચાયેલ છે. એન.એસ.એસ.નું સૂત્ર છે ‘ફંદ્દ પ્‍ફૂ, ગ્‍યદ્દ ળ્‍ંય’. જે લોકશાહી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેના વૈચારિક ખ્‍યાલ રાષ્‍ટ્રપિતા મહાત્‍માગાંધીના આદર્શોથી પ્રેરિત છે જેમાં લોકો અને સમાજનું કલ્‍યાણ દાવ પર છે તેમના ચાર વડાઓ ઘટકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સમુદાય અને કાર્યક્રમોનો સમાવેશ થાય છે. એન.એસ.એસ. દિવસની ઉજવણી દરમિયાન, એન.એસ.એસ. વોલ્‍યુન્‍ટર્સ દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં સમૂહ લક્ષ્ય ગીત ગાવામાં આવ્‍યું હતું. એન.એસ.એસ.ની સ્‍થાપના, વિકાસ, ઉદ્દેશ્‍ય વિશે વધુ વિસ્‍તારપૂર્વક માહિતી આપી તથા એન.એસ.એસ. અનુરૂપ નૃત્‍ય પ્રદર્શન કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા શ્રી જયંતીભાઈ ભંડારી તથા તમામ સ્‍ટાફ મિત્રોએ એન.એસ.એસ. દિવસની શુભેચ્‍છા અને માર્ગદર્શન આપ્‍યું હતું. કાર્યક્રમનું સપૂર્ણ સંચાલન કૃણાલી દોડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

vartmanpravah

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બીજા દિવસે પણગેરકાયદેસર દબાણો દુર કરાયા

vartmanpravah

દાનહઃ ટોકરખાડા મરાઠી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો

vartmanpravah

Leave a Comment