June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસોથી ગોવા સ્‍ટેટ કો.ઓ. બેંકે દમણ-દીવ કો.ઓ.બેંકના બાકી નિકળતા તમામ નાણાં કુલ રૂા.102 કરોડની કરેલી ચૂકવણી

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીર્ઘદૃષ્‍ટિ વાપરી તે સમયના ડાયરેક્‍ટર બોર્ડને બર્ખાસ્‍ત કરી બેંકનો હવાલો એડમિનિસ્‍ટ્રેટરને સુપ્રત કર્યા બાદ બેંકની આર્થિક સ્‍થિતિમાં પણ થઈ રહેલો નિરંતર સુધારો તથા દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકને ભારતીય રિઝર્વ બેંકનું લાયસન્‍સ મેળવવા પણ મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : 1લી એપ્રિલ, 2017ના રોજથી ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકનું વિભાજન થઈ નવી બેંક દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની સ્‍થાપના થઈ હતી. વિભાજન દરમિયાન રૂા.102 કરોડ ગોવા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક પાસેથી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકે લેવાના બાકી હતા.
દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બાકી નિકળતા નાણાં પરત મેળવવા માટે ગોવાના મુખ્‍યમંત્રી સહિત મંત્રીઓ સાથે આ વિષય ઉપર ચર્ચા કરી આ મુદ્દાને કેન્‍દ્ર સરકારના સ્‍તર ઉપર પણ ઉઠાવાયો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસથી ગઈકાલે બાકી નિકળતા નાણાં રૂા.3.92 કરોડ પણ દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના ખાતામાં જમા થતાં ગોવા કો-ઓપરેટિવ બેંક પાસે નિકળતા રૂા.102 કરોડની સંપૂર્ણ રાશી મળી ચુકી છે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીર્ઘદૃષ્‍ટિ વાપરી તે સમયના ડાયરેક્‍ટર બોર્ડને બર્ખાસ્‍ત કરી બેંકનો હવાલો એડમિનિસ્‍ટ્રેટરને સુપ્રત કર્યા બાદ બેંકની આર્થિક સ્‍થિતિમાં પણ સુધારો થયો છે અને ભારતીય રિઝર્વ બેંકનું લાયસન્‍સ પણ દમણ અને દીવ કો-ઓપરેટિવ બેંકને મળવા પામ્‍યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં દમણ-દીવ સ્‍ટેટકો-ઓપરેટિવ બેંકે એડમિનિસ્‍ટ્રેટરના કુશળ માર્ગદર્શનમાં ફક્‍ત નુકસાનને જ ઓછું નથી કર્યું, પરંતુ નફામાં પણ વધારો કર્યો છે. એટલું જ નહીં પરંતુ બેંકના ઋણ અને જમાના કારોબારમાં પણ વધારો થયો છે. બેંકે ભારતીય રિઝર્વ બેંકના તમામ પેરામીટરનો પાલન કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંકે દમણ અને દીવ કો-ઓપરેટિવ બેંકને લાયસન્‍સ પણ જારી કર્યું છે.
અત્રે યાદ રહે કે, રૂા.102 કરોડની રાશી મળવાથી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની આર્થિક સ્‍થિતિમાં ઔર વધુ સુધારો થશે જેનાથી ખાતાધારકો અને આમજનતાને તેનો ફાયદો મળશે.

Related posts

બાળકના જન્‍મ પહેલાંથી લઈ તેના અભ્‍યાસ અને આરોગ્‍યની કાળજી લેતી દેશની પહેલી સરકાર એટલે મોદી સરકારઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં મહિલા જીઆરડીએ કોન્‍સ્‍ટેબલ ઉપર બળાત્‍કારનો આરોપ મુકતા ચકચાર

vartmanpravah

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

vartmanpravah

Leave a Comment