Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું શુક્રવારે દમણના ભામટીમાં અને શનિવારે નરોલી ખાતે થનારૂં જાહેર સન્‍માન

  • દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીના અભિવાદન માટે ઘેલો બનેલો અનુ.જાતિ/જનજાતિનો સમુદાય

  • દાનહ અને દમણ-દીવના 500 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અનુ.જાતિની વ્‍યક્‍તિને ન.પા. પ્રમુખ બનવા મળેલી તકઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનનો પણ માનવામાં આવી રહેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19: દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રીમતી હેમલતાબેન સોલંકીના અભિવાદન માટે દમણ અને દાદરા નગર હવેલીના અનુ.જાતિ અને જનજાતિનો સમુદાય ઘેલો બન્‍યો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના 500 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અનુ.જાતિના વ્‍યક્‍તિને નગરપાલિકાના પ્રમુખ બનવા મળેલા બહુમાન બદલ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનનો પણ આભાર માનવામાં આવી રહ્યોછે.
આગામી તા.22મી જુલાઈના સાંજે 7 કલાકે ભામટી પ્રગતિ મંડળના કોમ્‍યુનિટી હોલ ખાતે શ્રીમતી હેમલતાબેન સોલંકીનો જાહેર સત્‍કાર સમારંભ યોજવામાં આવશે અને 23મી જુલાઈના સાંજે 4 વાગ્‍યે નરોલી ખાતે ભવ્‍ય સન્‍માન સમારંભનું આયોજન કરાયું હોવાની જાણકારી દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આપી છે.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah

સંઘપ્રદેશની કાયાપલટ કરી વિકસિત પ્રદેશ બનાવવા રાત-દિવસ મહેનત કરનારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિને શુભકામના પાઠવવા શુભેચ્‍છકોની લાગેલી લાંબી કતાર

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

દીવ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

Leave a Comment