October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

જિલ્લા ભાજપ હોદ્દેદારો અને ધારાસભ્‍ય ઉપસ્‍થિત રહ્યાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ હેઠળ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અગત્‍યની બેઠક યોજાઈ હતી.
કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી તારીખ 9 ઓગસ્‍ટ થી તારીખ 15 ઓગસ્‍ટ સુધી રાષ્‍ટ્રીય પર્વ ‘‘હર ઘર તિરંગા” યાત્રા અભિયાન કાર્યક્રમની તૈયારીઓ ભાગરૂપે અગત્‍યની બેઠકનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાની હેઠળ આગામી તારીખ 9મી ઓગસ્‍ટથી આગામી તારીખ 15મી ઓગસ્‍ટ સુધી રાષ્‍ટ્રીય પર્વ ‘‘હર ઘર તિરંગા” યાત્રા અભિયાન કાર્યક્રમ અંગે અગત્‍યની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે, બેઠકમાં જિલ્લા પ્રમુખશ્રીએ માહિતીઓ આપતા જણાવ્‍યું હતું. તિરંગા યાત્રાનું તમામ ધારાસભ્‍યોશ્રીના નેજા હેઠળ તેમનામતવિસ્‍તારમાં આયોજન કરવાનું છે, જે અંગે તમામ મંડળોમાં યાત્રા નિમિત્તે ઈન્‍ચાર્જશ્રીઓની પણ નિયુક્‍તિ કરવામાં આવી છે, તેમજ આગામી તારીખ 18મી ઓગસ્‍ટના રોજ તમામ વિધાનસભા વિતારમાં ડૉક્‍ટર સેલ દ્વારા મેડિકલ કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રી હેમંતભાઈ કંસારાએ તિરંગા યાત્રા અંગે જરૂરી સૂચનો, માર્ગદર્શન આપ્‍યું હતું.
આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબેન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્‍યક્ષશ્રી મિતેશભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારો, વિવિધ મંડળ, મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા મીડીયા, સોશિયલ મીડીયાના કન્‍વીનરો, કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

vartmanpravah

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah

દીવમાં અલગ અલગ બે જગ્‍યા પર લાગી આગ

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

પારડી એકતા હોટલ સામે વેન્‍યુ કારમાંથી દારૂ ઝડપાયો

vartmanpravah

Leave a Comment