October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

પીપેલખેડ ગામમાં રૂપિયા ૧૩.૭૪ લાખના ખર્ચે થનારા ૧૩ વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૫૦.૫૧ લાખના ખર્ચે થનારા ૩૫ વિકાસ કામોનું ખાતમુહૂર્તની કરાઈ ઘોષણા : વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું કરાયું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. 21
ગુજરાત સરકારશ્રીની ૨૦ વર્ષની વિકાસયાત્રા અંતર્ગત નવસારી જિલ્લામાં ગામેગામ ભ્રમણ કરી રહેલી “વંદે ગુજરાત વિકાસયાત્રા” આજે પીપેલખેડ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ કુમ કુમ તિલક અને સાંસ્કૃતિક નૃત્ય કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં જન-જન સુધી પહોંચે તે માટે કાર્યરત છે. આ રથ થકી ગુજરાત સરકારના છેલ્લા ૨૦ વર્ષમાં કરવામાં આવેલા વિકાસ કામોની લોકોને જાણકારી આપવા સાથે ઘર આંગણે જ વિવિધ યોજનાકીય સહાય મળી રહે તે મુખ્ય ઉદેશ રહેલો છે રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષોમાં દરેક ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. રાજ્યમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, જેવા ક્ષેત્રોના વિકાસમા વિકાસમાં આમૂલ પરિવર્તનો આવ્યાં છે.
સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્થળ પર લાભોનું વિતરણ કરાયું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ બારતાડ જિલ્લા પંચાયતની સીટના કામળઝરી, સતીમાળા, લાકડ બારી, બારતાડ, ખાનપુર, ઘોડમાળ, બેડમાળ, લાછકડી, રવાણીયા, કાવડેજ, કેલીયા ગામોમાં ફરી નિયત રૂટ કાર્યક્રમ અનુસાર ભ્રમણ કરશે.
પીપેલખેડગામે આવી પહોંચેલી વિકાસયાત્રા દરમિયાન સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણની યોજનાઓ અંતર્ગત રૂા. ૧૩.૭૪ લાખના ખર્ચે થનારા ૧૩ કામોના લોકાર્પણ અને રૂા. ૫૦.૫૧ લાખના ખર્ચે થનાર ૩૫ કામોના ખાતમુહૂર્તની ઘોષણા કરવામાં આવી હતી. સાથોસાથ સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ થકી ગ્રામજનો સમક્ષ સરકારશ્રીની લોકહિતમાં કરેલ વિકાસલક્ષી વિવિધ કામગીરી તેમજ યોજનાકીય જાણકારી આપતી સાફલ્ય ગાથાઓની ઝાંખી કરાવતી શોર્ટ-ફિલ્મોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાંસદા પ્રમુખશ્રી સંતુભાઈ પી ગાંવિત , વાંસદા ઉપ પ્રમુખશ્રી,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ. પી.ગોહિલ અને ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

Related posts

મહામહિમ રાષ્‍ટ્રપતિનું દમણ આગમનઃ પ્રદેશ માટે બન્‍યા જીવનભરના સંભારણાં

vartmanpravah

આંટિયાવાડના નવનિયુક્‍ત સરપંચ ઉર્વશીબેન પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણમુસ્‍લિમ સમાજનો ક્રિકેટ મહાકુંભ ડીએમપીએલ-ર પૂરજોશમાં : 6 માર્ચે ફાઈનલ મેચ રમાશે

vartmanpravah

યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરી

vartmanpravah

કપરાડા તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા

vartmanpravah

Leave a Comment