October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

મહિલા કન્‍ડક્‍ટર દિપીકાબેન એચ. પટેલ બસમાંથી મળેલ થેલી ડેપોમાં જમા કરાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતી મહિલા બસ કન્‍ડક્‍ટરે પ્રમાણિકતાની મિશાલ ઉજાગર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ધરમપુર નાઈટ હોલ્‍ટ બાદ વાપી આવેલી બસમાં કન્‍ડક્‍ટરને એક થેલી મળી આવી હતી. આ થેલીમાં ચાંદીના ઘરેણા હોવા છતાં મહિલા કન્‍ડક્‍ટરે થેલી એસ.ટી. ડેપોમાં જમા કરાવી હતી. થેલી શોધતી આદિવાસી મહિલા કન્‍ટ્રોલમાં આવી હતી. જ્‍યાં તેની થેલી પરત કરાતા મહિલાના ચહેરા ઉપર સ્‍મિત ફેલાઈ ગયું હતું.
વાપી ડેપોમાંથી બસ નં.જીજે 18 ઝેડ 2886 બસમાં કન્‍ડક્‍ટર તરીકે દિપકાબેન એચ. પટેલ ફરજ ઉપર હતા. બસ ધરમપુર નાઈટ હોલ્‍ટ કરી આજે ગુરૂવારે વાપી ડેપોમાં પરત આવી હતી. કન્‍ડક્‍ટર દિપીકાબેનને બસમાંથી એક કપડાની થેલી મળેલી હતી. જે ઈમાનદારીપૂર્વક ડેપોમાં જમા કરાવી દીધેલ. બાદમાં પંચમહાલની જણાતી આદિવાસી મહિલા કન્‍ટ્રોલમાં ભુલેલી થેલી શોધવા આવી પહોંચેલી. તેથી વાપી ડેપોની કન્‍ડક્‍ટર દિપીકાબેનના હસ્‍તે ડેપો એ.ટી.આઈ. ધનસુખભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આદિવાસી મહિલાનીથેલી પરત કરાઈ હતી. થેલીમાં 15 હજાર ઉપરાંતની કિંમતના ચાંદીના સાંકળા હતા. થેલી પરત મળતા ગરીબ આદિવાસી મહિલાના મો ઉપર સ્‍મિત રેલાયુ હતું. વાપી ડેપોની મહિલા કન્‍ડક્‍ટર દિપીકાબેન (બેજ નં.6147)એ ઈમાનદારીની મિશાલ પુરી પાડી હતી.

Related posts

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

નરોલી પ્રાથમિક શાળામાં ‘કુપોષણ નિવારણ’ અને ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’ સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

vartmanpravah

Leave a Comment