September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ચીખલીના દેગામમાં સરપંચ અને ગ્રામજનોએ છાપો મારતા એક કપલ મળી આવતા મચેલો હોબાળો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: રાજકીય પાર્ટીના હિદ્દેદારના ઢાબા પર કુટણખાનું ચાલતું હોવાની વાતે ગ્રામજનો અને સરપંચ દ્વારા છાપો મારતા એક કપલ મળી આવ્‍યું હતું. જોકે પોલીસ મથકે કોઈ ગુનો નોંધાયો ન હતો.
ચીખલી તાલુકાના દેગામ વિસ્‍તાર સ્‍થિત એક ઢાબા ઉપર શરૂઆતમાં ચીકનની વાનગીઓ બનાવવામાં આવતી હતી. બાદમાં આ ઢાબા ઉપર ખાતરનો ધંધો શરૂ કરાયો હતો અને આ ઢાબા ઉપર ચારેક જેટલા રૂમો બનાવી આ ખાતરના ધંધાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની લાંબા સમયથી સ્‍થાનિકોમાં ફરિયાદ ઉઠી હતી અને આ અંગે અગાઉ સ્‍થાનિક આગેવાનો દ્વારાસંચાલકને અવાર નવાર આ બધા ગોરખધંધા બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેમ છતાં ચાલુ જ રાખવામાં આવ્‍યા હોવાનું સ્‍થાનિકોને ખબર પડતા આજે બપોરે સાડા બારેક વાગ્‍યાના અરસામાં સરપંચ સહિતના આગેવાનો પહોંચી જઈ તપાસ કરતા એક કપલ મળી આવતા ભારે હોબાળો થયો હતો. જોકે આ કપલમાં છોકરો બીલીમોરા વિસ્‍તારનો અને છોકરી વલસાડ જિલ્લાની હોવાનું બહાર આવતા આ પ્રેમી પંખીડાને સ્‍થાનિકોએ જવા દીધા હતા. અને આ ઢાબાના માલિક-કર્તાહર્તા એવા રાજકીય પાર્ટીના હોદ્દેદારને પણ ફોન કરી સ્‍થળ પર આવવા જણાવતા મિટિંગમાં હોવાનું જણાવી ફોન કાપી નાંખ્‍યો હોવાનું જાણવા મળ્‍યં હતં. જોકે આ મિલકત તેની પત્‍નીના નામે હોવાનું પણ બહાર આવ્‍યું હતું.
આ ઢાબા ઉપર એક માણસ રાખી કપલોને કોઈપણ જાતના આધાર પુરાવા વિના કલાક પ્રમાણે ચાર્જ વસુલ કરી અંગત પળો માણવા માટે રૂમો અપાતા હોવાનું અને માંગણી મુજબ લલનાઓની પણ વ્‍યવસ્‍થા પુરી પાડવામાં આવતી હોવાની સ્‍થાનિકોમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. વધુમાં આ રૂમો માટે ગ્રામ પંચાયતમાંથી કોઈપણ જાતની પરવાનગી પણ મેળવેલ ન હોવાનું અને આકારણી પણ ન થયેલ હોવાનું જાણવા મળ્‍યું હતું. ત્‍યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તટસ્‍થ તપાસ કરી રાજકીય દબાણમાંઆવ્‍યા સિવાય જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે જોવું રહ્યું.

Related posts

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

નુમા ઈન્ડિયા દમણની યોગા ટીમના પાંચ ખેલાડીઓ નેશનલ યોગા ઓલમ્પિયાડમાં ભાગ લેશે

vartmanpravah

લુહારી ફાટક નજીક રીક્ષા પલ્‍ટી મારતા રિક્ષાચાલક ઘાયલ

vartmanpravah

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

Leave a Comment