(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: વંકાલ ગામે જુના સર્વે નં-167 ના બદલાયેલા બ્લોક નં-646/1/પૈકીના નવા બ્લોક નં-26 ની0-15-19 હે.આરે-ચો.મી જમીન ગૌચરણની જમીનમાંથી ગોડાઉન બાંધવા માટે વંકાલ ગામની સેવા સહકારી મંડળીને વલસાડ જિલ્લા કલકેટર દ્વારા 8/8/1975 ની તારીખથી શરતોને આધીન ફાળવવામાં આવી હતી.
આમ ગોડાઉન બાંધવા માટે ફાળવેલી જગ્યામાં ગોડાઉન તથા ચાર જેટલી દુકાનોનું બાંધકામ કરી તેને ભાડાથી આપવામાં આવી હતી. આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા થયેલ રજૂઆતની તપાસ બાદ જિલ્લા કલેકટર દ્વારા 23-સપ્ટેમ્બર-24 ના રોજ વંકાલ સેવા સહકારી મંડળીને 1975 થી જે શરતોને આધીન આપવામાં આવી હતી. તે શરતો પૈકી શરત નં-2 નો ભંગ થયેલ હોય શરત નં-4 મુજબ સદર જમીન વિના વળતરે ઇમલા સહ સરકાર હસ્તક પરત લઈ સરકારી શીર પડતર હેડે દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
વંકાલ સહકારી મંડળીના ચેરમેન નટવરભાઈ પટેલના જણાવ્યાનુસાર અગાઉના શાસકોએ નિયમોની જાણકારીના અભાવે અજાણતામાં કર્યું હશે. પરંતુ અમારા ધ્યાનમાં આવતા જ અમે ગોડાઉન ખાલી કરાવી દીધેલ છે. અમારી મંડળી હંમેશા ખેડૂત સભાસદોના હિતમાં કામ કરી રહી છે અને હાલે જમીન સરકાર હસ્તક પરત લેવાના જિલ્લા કલેકટરશ્રીના હુકમ સામે અમે મહેસુલ પંચમાં અપીલ કરી છે.
Previous post