Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે લૂંટ અને હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.૨૧: દાદરા નગર હવેલીના રખોલી ગામે ગત ૧૬ જુલાઈના રોજ ઍક રાહદારી પાસેથી બાઈક સવારો મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરનાર અને મદદગારને માર મારી હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીઓની ધરપકડ કરવામા આવી છે.

પ્રા વિગત અનુસાર કરણ મોર્ય નામનો વ્યક્તિ રખોલી મુખ્ય માર્ગ પર   પગપાળા જઈ રહ્ના હતો તે દરમિયાન બે બાઈક પર અજાણ્યા ચાર જેટલા ઈસમોઍ આવી ઍમનો મોબાઈલ છિનવવાનો પ્રયાસ કરી રહ્ના હતા પણ તેઓ સફળ થયા ન હતા. જેથી તેઓઍ મારામારી કરી કરણને ઘાયલ કર્યો હતો. અને નજીકમાં આવેલ ગેરેજમાંથી ઝુબેર શેખે આવી તેઅોને રોકવાની કોશિશ કરી હતી. જેથી તેઓ બધા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ થોડો સમય બાદ ચારથી વધુ વ્યક્તિઓ ઝુબેર શેખના ગેરેજમાં ધસી આવી ઝુબેર અને ઍમના ભાઈને લાકડાના ફટકા મારી માથાના ભાગે ગંભીર ઈજા પહોîચાડી હતી.

કરણ મોર્યની ફરિયાદના આધારે રખોલી પોલીસ દ્વારા આઈપીસી કલમ ૧૪૭, ૧૪૮, ૩૦૭, ૫૦૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીઍસઆઇ નિલેશ કાટેકર કરી રહ્ના હતા. મારામારીના ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયા હતા. જેઓની તપાસ દરમ્યાન આરોપી વિનોદ રમેશ કિનરી (ઉ.વ.૨૪) રહેવાસી ગલોન્ડા જેની ૧૮ જુલાઈના રોજ ધરપકડ કરવામા આવી હતી. ત્યારબાદ અન્ય આરોપી સચિન દેવલા વડુ (ઉ.વ.૨૩) રહેવાસી વાસોણા,મયુર ભીખુ તુમ્બડા (ઉ.વ.૨૨) રહેવાસી વાસોણા, અરુણ શંકર નાડગે (ઉ.વ.૨૧) રહેવાસી વાસોણા, દશરથ ઈશુ કુરડા (ઉ.વ.૨૧) રહેવાસી મસાટ, પ્રમોદ સુરેશભાઈ અંધેર (ઉ.વ.૧૯) રહેવાસી અમરુનપાડા વાસોણા જેઓની પણ ધરપકડ કરવામાં આવી છે, આ ઘટનામાં બીજા આરોપીઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાની વધુ તપાસ રખોલી પોલીસ દ્વારા કરવામા આવી રહી છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

દમણ પોલીસે માંડ 10 દિવસમાં ઘરફોડ ચોરીનો ઉકેલેલો ભેદઃ રૂા.2.50 લાખના ઘરેણાં સહિત રૂા.13800 રોકડાઅને એક મોબાઈલ બરામદ

vartmanpravah

સાવધાન : વલસાડ જિલ્લામાં કોરોનાએ ડબ્‍બલ સદી ફટકારી બુધવારે 218 કેસ : આરોગ્‍ય તંત્રની વધેલી દોડધામ

vartmanpravah

બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્‍યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

Leave a Comment