Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અધ્‍યક્ષ પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો NIFTના આરંભ માટે માનેલો આભાર

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ખુબ જ ટૂંકા સમયમાં એક એજ્‍યુકેશન હબ તરીકે ઉભરી રહેલું દાનહ અને દમણ-દીવ

  • દમણમાં NIFTના 18મા કેમ્‍પસની સ્‍થાપના થવાથી પ્રદેશના ઉદ્યોગો અને સમગ્ર આર્થિક ગતિવિધિ ઉપર પડનારા સકારાત્‍મક પ્રભાવની સાથે નવા રોકાણના દ્વાર પણ ખુલશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ અને પૂર્વ પ્રમુખ શ્રી આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ નેશનલ ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT)ના 18મા કેમ્‍પસની સ્‍થાપના દમણમાં થતાં આભારની લાગણી પ્રગટ કરી હતી.
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે જણાવ્‍યું હતું કે, NIFTનો પ્રારંભ દમણમાં થવાથી આ વિસ્‍તારના ઉદ્યોગો અને સમગ્ર આર્થિક ગતિવિધિ ઉપર સકારાત્‍મક પ્રભાવ પડશે, અને નવા રોકાણના દ્વાર પણ ખુલશે.
વધુમાં પ્રતિનિધિ મંડળે જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ દાદરાનગર હવેલી અને દમણ-દીવ ખુબ જ ટૂંકા સમયમાં સમગ્ર દેશમાં એક એજ્‍યુકેશન હબ તરીકે ઉભરી રહ્યો છે. મેડિકલ, એન્‍જિનિયરીંગ, નર્સિંગ, પેરા મેડિકલની કોલેજ ઉપરાંત હવે NIFTના પ્રારંભથી વિવિધ રાજ્‍યોના વિદ્યાર્થીઓ પણ સંઘપ્રદેશમાં આવી રહ્યા છે. જેના કારણે પ્રદેશના પ્રવાસન વિકાસમાં પણ સહયોગ મળી રહ્યો છે. તેમણે સંઘપ્રદેશમાં NIFTની સ્‍થાપના કરવા બદલ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ખરા દિલથી આભાર પ્રગટ કર્યો છે અને દમણના ઉદ્યોગ જગતના લોકો પણ પ્રસન્ન હોવાનું જણાવ્‍યું હતું.

Related posts

દમણઃ દલવાડા ગૌશાળામાં 60 થી વધુ પશુઓના મોતઃ સમોસાની પટ્ટી પશુઓના મોત માટે નિમિત્ત હોવાનું પ્રાથમિક તારણ

vartmanpravah

દમણ જિલ્લાના દરેક ઉદ્યોગો, સરકારી-અર્ધ સરકારી કાર્યાલયો, શાળા-મહાશાળા ઉપર તિરંગો લહેરાશે

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

આજે વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ: મહામૂલ્ય પાણીનો સંગ્રહ અને ભૂર્ગભ જળ સ્તર જાળવવા જિલ્લામાં રૂ.19992.86 લાખના ખર્ચે 2690 ચેકડેમ બનવાયા

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા વિના ભાડે આપી શકાશે નહી

vartmanpravah

Leave a Comment