October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

ઉમરસાડી દેસાઈવાડના અંબિકા નગર ખાતે કેડ સમા પાણી રોડ પર ફરી વળ્‍યા જ્‍યારે મોતીવાડા હાઈવે નજીક બાજુમાં સર્વિસ રોડ બનાવતા પાણી નીકળવાના અભાવને લઈ રોડ પર પાણી ભરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને લઈ અનેક વિસ્‍તારોમાં મેઘ તાંડવની સ્‍થિતિ સર્જાઈ જવા પામી છે. સતત વરસી રહેલ વરસાદને લઈ અનેક વિસ્‍તારમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
પારડી વિસ્‍તારમાં પણ તંત્રની બેદરકારી અને સતત વરસી રહેલા વરસાદને લઈ અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઈ જવા પામ્‍યા હતા જેમાં મોતીવાડા હાઈવે સ્‍થિત એપીકલ હોટલની બાજુમાંથી જ સર્વિસ રોડ પસાર થતો હોય પરંતુ તંત્ર દ્વારા હાઈવે અને સર્વિસ રોડ વચ્‍ચે પાણી નીકળવાની કોઈ સગવડ કરી ન હોય જેને લઈ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે અસર થવા પામી હતી.
એવી જ રીતે પારડીના ઉમરસાડી દેસાઈવાડ અંબિકા નગરથી લઈ જલારામ મંદિર સુધી કેડ સમા પાણી મુખ્‍ય રોડ પર ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જો સતત વરસાદ વરસવાનું ચાલુ રહે તો ઉમરસાડી દેસાઈવાડ ખાતે લોકોના ઘરોમાં પણ પાણી પહોંચીજાય એવી સ્‍થિતિ સર્જાઈ શકે છે.

Related posts

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર કાર-ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : કટોકટ હાલતમાં કાર ચાલક સારવાર હેઠળ

vartmanpravah

આર્થિક સંકડામણને લઈ જીવન ટૂંકાવવા નીકળેલ પારડીના ખેરલાવની માતા અને બે પુત્રીઓ હેમખેમ પરત આવી

vartmanpravah

વીઆઈએ અને મહેશ્વરી મહિલા મંડળના સહયોગથી તૈયાર કરાયેલ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment