Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ પોલીસે માનવતા મહેકાવી: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એલએન્ડટી કન્સ્ટ્રકશનના સહયોગથી મફતમાં હેલ્મેટ વિતરણ કરાયા

  • સુરત રેંજ આઈજી ડો.એસ.પી. રાજકુમાર, વલસાડ જિલ્લા અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા સહિત અનેક મહાનુભવો રહ્યા ઉપસ્‍થિત

  • 500 જેટલા હેલ્‍મેટોનું ફ્રીમાં કરાયું મહાનુભવોના હસ્‍તે વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25
છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં મોટર સાયકલ અકસ્‍માતમાં થતા મોત વધી ગયા છે. છેલ્લા એક મહિનામાં આ સંખ્‍યા 140 જેટલી થઈ જતા અને તેનું મુખ્‍ય કારણ હેલ્‍મેટ વિના મોટરસાયકલ ચલાવતા અકસ્‍માત થયો હોવાનું બહાર આવતા વલસાડ જિલ્લા અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ માનવતા ભર્યો રાહ અપનાવી સમગ્ર જિલ્લામાં હવે પછી કોઈ મોટરસાયકલ અકસ્‍માતમાં ગંભીર ઈજાઓ કે માથામાં લાગવાથી મૃત્‍યુ ન થાય એ માટે ફ્રી હેલ્‍મેટ વિતરણના કાર્યક્રમનું આયોજન સમગ્ર જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે.
આવો જ એક કાર્યક્રમ આજરોજ પારડી પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં બાલદા ગ્રામ પંચાયત ખાતે યોજવામાં આવ્‍યો હતો. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એલ એન્‍ડ ટી કન્‍ટ્રક્‍શન તથા બાલદા, સોઢલવાળા, સુખેશ વિગેરે ગામોના સરપંચો, સભ્‍યોનો ખુબ મોટો સહયોગ રહ્યો હતો. ખૂબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા તમામ લોકોને મહાનુભવોના હસ્‍તે બહેનોને પિન્‍ક તથા યુવાનોનેબ્‍લેક હેલ્‍મેટ મળી કુલ 500 જેટલા હેલ્‍મેટોનું ફ્રી માં વિતરણ કરવામાં આવ્‍યું હતું.
સુરતથી ખાસ ઉપસ્‍થિત રહેલ સુરત રેંજ આઈજી ડો. એસ.પી. રાજકુમારે આ પ્રસંગે જણાવ્‍યું હતં કે, બગવાડા ટોલટેક્‍સ થી હેલ્‍મેટ વિનાના મોટરસાયકલ સવારોને પ્રવેશ આપવો જોઈએ નહીં તથા જે વિસ્‍તારમાં મોટરસાયકલ સવારોના અકસ્‍માત વધુ થતા હોય તેવા વિસ્‍તારમાં આવા ફ્રી હેલ્‍મેટ વિતરણના કાર્યક્રમો યોજવા જોઈએ જેથી આવા ગંભીર અકસ્‍માતો નિવારી શકાય.
આજના આ કાર્યક્રમમાં સુરત રેન્‍જ આઈજી ડો.એસ.પી. રાજકુમાર, વલસાડ જિલ્લા અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, ડી.વાય.એસ.પી. એમ.એન.ચાવડા, પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. મયુર પટેલ, અગ્રણી જતીન દેસાઈ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, જિલ્લા પંચાયત સભ્‍ય મુકેશ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિતલબેન પટેલ, રાકેશ કુમાર ઝા, પ્રકાશ રામારાવ, અવિજીત ઠાકુરથા, વિનોદકુમાર, નેઝીલ કેમરોન, અનિલકુમાર રાવ, એ થાગવેલ, લક્ષ્મી નારાયણ, ભાષ્‍કર રાવ, ડો.ટીકુ, બાલદા સરપચ રાહુલ પટેલ, ઉપસરપંચ સંજયભાઈ, અમૂલભાઈ, જીજ્ઞેશભાઈ, દિનેશભાઈ, પુનીતભાઈ તથા મોટી સખ્‍યામાં આજુબાજુના ગામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.
—-

Related posts

નુમા ઈન્ડિયા દમણની યોગા ટીમના પાંચ ખેલાડીઓ નેશનલ યોગા ઓલમ્પિયાડમાં ભાગ લેશે

vartmanpravah

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

ધરમપુરના દુર્ગમ વિસ્‍તાર ઉલસપેંડી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‍યા

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે દમણ કોર્ટ પરિસરમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment