March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડીના એડવોકેટની કારને ગંભીર અકસ્‍માત

નવી નક્કોર અલકઝાર કારની એર બેગ ખુલી જતા શિક્ષિકા પત્‍ની સહિત બંનેનો આબાદ બચાવઃ કારનો કચ્‍ચરઘાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25
પારડી દમણીઝાંપા હાઈવે સ્‍થિત વ્‍યવસાયે વકીલ નિલેશભાઈ મોહનભાઈ પટેલ આજરોજ સોમવારે સવારે પોતાની શિક્ષિકા પત્‍ની દીપ્તિબેનને વલસાડ સ્‍કૂલમાં છોડવા તેમની અલકઝાર કાર નંબર જીજે 15 સીએલ 4434 લઈ તેમના ઘરે થી નીકળ્‍યા હતા, ઘરથી થોડા જ અંતરે આવેલ પારડી નેશનલ હાઈવે નંબર 48 પર કુમાર શાળા સામે એક કન્‍ટેનરે તેમની કારને ટક્કર મારતા કાર હાઈવે પર ફંગોળાઈને હાઈવે વચ્‍ચેના ડિવાઈડર સાથે અથડાયા બાદ ફરી એજ કન્‍ટેનર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્‍માતને લઈ કારનો કચ્‍ચરઘાણ નીકળી ગયો હતો. પ્રથમ નજરે કારને જોતા આ અકસ્‍માતમાં કોઈ બચ્‍યું ન હોય અથવા બધા ગંભીર હાલતમાં હશે નો ભાસ થતો હતો. પરંતુ કહેવાય છે ને મારને વાલે સે બચાને વાલા બડા હોતા હે એમ આ કારમાં આવેલ એર બેગ ખુલી જતા કારમાં સવાર એડવોકેટ નિલેશભાઈ (ભંડારી) પટેલ અને તેમની પત્‍ની દીપ્તિબેન (ભંડારી) પટેલને ફક્‍ત સામાન્‍ય ઈજા સાથે બચાવ થવા પામ્‍યો હતો. તેઓને તાત્‍કાલિક પારડી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવતા તેમના સંબંધીઓ હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Related posts

મોટી દમણની ભામટી પ્રાથમિક શાળામાં આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

પારડીમાં નવરાત્રી દરમિયાન પિધ્‍ધડોની ખેર નહી

vartmanpravah

વલસાડ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરૂધ્‍ધ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

Leave a Comment