September 26, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

29 સભ્‍યો ધરાવતી જળ સંસાધન સમિતિ દમણ અને સેલવાસમાં ભૂગર્ભ જળની સ્‍થિતિથી માંડી જળ શક્‍તિ અભિયાનની પણ સમીક્ષા કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: આજે લોકસભાની ડિપાર્ટમેન્‍ટલી રિલેટેડ સ્‍ટેન્‍ડિંગ કમીટિ અંતર્ગત જળ સંસાધન સમિતિના સભ્‍યોનું દમણમાંઆગમન થયું છે. સંસદીય સમિતિના જૂથમાં 35 જેટલા સભ્‍યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેમાં મળતી માહિતી પ્રમાણે જળ સંસાધન સમિતિના ચેરમેન લોકસભાની પヘમિ ચંપારણ બેઠકના ભાજપના સાંસદ શ્રી સંજય જયસ્‍વાલ પોતાના વ્‍યસ્‍ત કાર્યક્રમના કારણે દમણ અને સેલવાસની મુલાકાતે નહીં આવવાના હોવાનું આધારભૂત સાધનોએ જણાવ્‍યું છે. તેમના સ્‍થાને અધ્‍યક્ષસ્‍થાન અમદાવાદ(પૂર્વ)ના સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલ સંભાળવાના હોવાનું પણ જાણવા મળે છે.
બે દિવસના રોકાણ દરમિયાન સંસદીય સમિતિના સભ્‍યો જળ સંસાધન અંતર્ગત પોતાનો અભ્‍યાસ કરશે અને અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવશે.

Related posts

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah

દી ન.પા.ની ચૂંટણી 7મી જુલાઈએ યોજાશેઃ આજથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભ: દીવ શહેરમાં રાજકીય સળવળાટ તેજ

vartmanpravah

વલસાડ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ મરચાને ઉમેદવાર જાહેર કર્યો

vartmanpravah

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

Leave a Comment