Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04
કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવમાં કેવડી ગામ સ્‍થિતસરકારી કોલેજ અને પોલીટેકનિક કોલેજના સંયુક્‍ત ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીની છેલ્લા 20 વર્ષની વહીવટી અને રાજકીય સફર પર લખાયેલા પુસ્‍તક પર સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજના કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે દીવ જિલ્લાના ભાજપના મહામંત્રી મોહનભાઈ, તથા ભવ્‍યેશ ચૌહાણ દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, કોલેજના અધ્‍યાપક ડો.સુસીલા જિલ્લા પંચાયત સદસ્‍ય લક્ષ્મીબેન મોહન, બીજેપી કાર્યકર્તા કિશોર કાપડિયા, અધ્‍યાપકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા, આજના સેમિનારમાં મોદી ક્‍20 પુસ્‍તક પર વિવિધ વક્‍તાઓ દ્વારા પ્રવચનો આપવામાં આવ્‍યા હતા, જેમાં મુખ્‍યત્‍વે ડો.સુસીલા એ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીજીનું દૃષ્ટાંત આપતા યુવા કોને કહી શકાય તે વિશે માહિતી આપી સાથે મોદીજી વિશે અને એમની કાર્ય પ્રણાલી વિશે માહિતી આપી, આ ઉપરાંત ઉપસ્‍થિત બીજેપીના હોદેદારો મોહનભાઈ તથા ભવ્‍યેશભાઈ અને અમૃતાબેન અમૃતલાલએ નરેન્‍દ્ર મોદીની ઉપલબ્‍ધિઓ અને તેમની યોજનાઓ વિશે જાણકારી આપી, તેઓએ જણાવ્‍યું કે, દરેક પરિસ્‍થિતિના લોકોને ધ્‍યાનમાં રાખીને આ યોજનાઓ બનાવવામાં આવી, તેમના વિશે બનાવવામાં આવેલ બુકમાં પ્રસિદ્ધ 20 લોકોએ મોદીજી વિશે, તેમના કામો વિશે અને તેમના જીવન ચરિત્ર વિશેનીમાહિતી આપતું આ પુસ્‍તક લખવામાં આવ્‍યું છે. ઉપસ્‍થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વડાપ્રધાન મોદીના વિષય પર લખાયેલ આ મોદી ક્‍20 પુસ્‍તકને એકવાર વાંચન કરવા જણાવ્‍યું હતું, કારણકે આ પુસ્‍તક એ આપણા બધાને પ્રેરણા આપે છે અને લોકસેવા માટે પ્રેરિત કરે છે, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધારવ બારડ દ્વારા કરવામાં આવ્‍યું અને આભારવિધિ દેવાંગ ભટ્ટએ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.

Related posts

‘આંતરરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ભાગરૂપે દમણમાં ભારતીય કોસ્‍ટ ગાર્ડ દ્વારા સાયક્‍લોથોન યોજાઈ

vartmanpravah

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

vartmanpravah

પાલઘરના બોરડી ખાતે નુમા ઈન્‍ડિયાએ નેશનલ ટ્રેનિંગ કેમ્‍પનું કરેલું સફળ આયોજન

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

vartmanpravah

Leave a Comment