Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

  • એએનએમ તરીકે કાર્યરત પ્રિયા પટેલ અને આશા વર્કર રક્ષા માહ્યાવંશી તથા કૌશલ્‍યા હળપતિને સર્ટીફિકેટ આપી સન્‍માનિતકરાયા
  • હવે 1ર થી 14 વર્ષના બાળકો માટે શરૂ થઈ રહેલા કોરોના રસીકરણ અભિયાનને સંપૂર્ણ સહયોગ આપવા દમણવાડા ગ્રામ પંચાયત વતી સરપંચ મુકેશ ગોસાવીએ આપેલી ખાતરી
  • આરોગ્‍યકર્મીઓને પંચાયતને સાથે રાખી જનભાગીદારીથી પોતાના લક્ષ્યાંક પૂર્ણ કરવા અરબન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ આપેલો નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 16
દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ‘રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસ’ નિમિત્તે એક એએનએમ અને બે આશા બહેનોએ બજાવેલી ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા અને કોરોના કાળ જેવી વિપરીત પરિસ્‍થિતિમાં પણ પોતાના જીવની પરવાહ કર્યા વગર કોરોના વોરિયર તરીકે પણ કરેલી કામગીરી બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં અરબન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના સહયોગથી ‘રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી અને ટીકાકરણ માટે સર્વોત્તમ કામગીરી બજાવવા બદલ ત્રણ બહેનોને સર્ટીફિકેટ આપી સન્‍માનિત કરાયા હતા. જેમાં એએનએમ પ્રિયા પટેલ કે જેમણે સૌથી વધુ ટીકાકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. ત્‍યારબાદ આશાવર્કર રક્ષામાહ્યાવંશી અને કૌશલ્‍યા હળપતિને સર્ટીફિકેટ આપી સન્‍માનિત કરાયા હતા.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ‘રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસ’ની શુભકામના પાઠવતા જણાવ્‍યું હતું કે, એએનએમ અને આશા વર્કર બહેનોના કારણે આજે આપણે પોલિયોમુક્‍ત બની શક્‍યા છે અને દરેક પરિસ્‍થિતિમાં ફરજ બજાવવા બદલ અભિનંદન પણ આપ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, હવે 1રથી 14 વર્ષની ઉંમરના બાળકો માટે કોરોના રસીકરણનો ફેઈઝ શરૂ થવાનો છે. તેને સફળ બનાવવા પંચાયત તરફથી પણ સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે અરબન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા લોક કલ્‍યાણના કામો માટે લેવાતા રસ બદલ સરપંચ સહિત સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. તેમણે આરોગ્‍યકર્મીઓને પંચાયતને સાથે રાખી જનભાગીદારીથી પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા પણ નિર્દેશ આપ્‍યો હતો. તેમણે કોરોનાકાળ દરમિયાન એએનએમ અને આશાવર્કરોએ બજાવેલી સેવા બદલ પ્રશંસા પણ કરી હતી.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટના, પંચાયતના સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલ પટેલ તથા ગ્રામજનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.——
ફોટા છે.
દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. સંજય કુમાર ભરતિયાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપી પ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
દમણ કોસ્‍ટ ગાર્ડના ડી.આઈ.જી. કમાન્‍ડેન્‍ટ શ્રી સંજય કુમાર ભરતિયાની બદલી થતા તેમણે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નિવર્તમાન ડી.આઈ.જી. કમાન્‍ડેન્‍ટ શ્રી સંજય કુમાર ભરતિયાએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સ્‍મૃતિ ભેટ આપી તેમનું અભિવાદન કર્યુ હતું.
દમણથી વિદાય લેતા પહેલા દમણ કોસ્‍ટ ગાર્ડના નિવર્તમાન ડી.આઈ.જી. શ્રી સંજય કુમાર ભરતિયાએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

Related posts

વાપી ગોદાલનગર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બબાલ ઉભી થઈ : સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ક્રિકેટ બંધ કરાવી

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા હાઈસ્‍કૂલમાં વાર્ષિક મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah

ચીખલીના સારવણીમાં ચોમાસા પૂર્વે જ ‘નલ સે જલ’ યોજનામાં નિર્માણ કરાયેલ કેબિનમાં તિરાડ પડતા તારથી બાંધવાની નોબત

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment