Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્‍વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી

અંબાચ, રાતા, સલવાવ ગામના રહીશોના મકાનમાં ક્‍વોરીના બ્‍લાસ્‍ટથી તિરાડો પડે છેઃ કેટલાક વર્ષથી સ્‍થાનિકો લડત ચલાવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02
અંબાચ ગામમાં કોલક નદી પટમાં કેટલાક વર્ષથી રેતી-કપચી-પથ્‍થરોની ક્‍વોરી કાર્યરત છે. જેના બ્‍લાસ્‍ટીંગથી આજુબાજુના રાતા, સલવાવ જેવા ગામોના મકાનોમાં તિરાડો પડી રહી છે તેથી સ્‍થાનિક પંચાયતોએ ગ્રામસભાઓ યોજી ક્‍વોરી લીઝ બંધ કરવાની માંગણી 2018 થી કરી લડત ચલાવાઈ રહી છે તે અંતર્ગત આજે ધારાસભ્‍ય અનંત પટેલ અને આદિવાસી અગ્રણીઓ દ્વારા રેલી કાઢીને પારડી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.
મુખ્‍યમંત્રીશ્રી લખાયેલ આવેદનપત્રમાં જણાવ્‍યા અનુસાર અંબાચ ગામે સર્વે નં.151/3 બ તથા152, 153માં કોલક નદીના પટમાં શ્રી રમેશભાઈ માધવજીભાઈ વૈષ્‍ણવી રહે.પારડી 19/3/12 થી 10 વર્ષ માટે લીઝ આપવામાં આવી હતી તે મુજબ મુદત પુરી થયા બાદ પણ મેળાપીપણામાં હજુ લીઝ ચાલુ રાખી ક્‍વોરીનું કામકાજ ચલાવી રાખેલ છે જેથી અંબાચ, રાતા, સલવાવ વિસ્‍તારના ગામોના ઘરો અને પર્યાવરણને નુકશાન પહોંચી રહ્યું છે. તેથી આ ક્‍વોરી બંધ કરવા આજે આદિવાસી આગેવાનોએ પારડીમાં વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

વલસાડ નંદવાલા હાઈવે ઉપર આર.એન.બી.ના અધિકારીની કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા અકસ્‍માત

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

વાપીની લીફ ધ વેગ્રો સ્‍કૂલમાં આયોજીત વેશભૂષા સ્‍પર્ધામાં દમણની બે બાળકીઓએ કરેલા માઁ પાર્વતી અને મહાકાળીના વેશ પરિધાને લોકોનું આકર્ષિત કરેલું ધ્‍યાન

vartmanpravah

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

Leave a Comment