December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

31મી માર્ચ પહેલાં વેરો ભરપાઈ નહી થાય તો ટાંચ, જપ્તી, વોરન્‍ટની કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નગરપાલિકા દ્વારા વેરા વસુલાતનીકામગીરી હાલમાં ટોપ ગેરમાં ચાલી રહી છે. 31 માર્ચ પહેલાં 100 ટકા વેરા વસુલાતનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આજે વોર્ડ નં.10 સુલપડ વિસ્‍તારના 150 ઉપરાંત ચાલી માલિકોને 31 માર્ચ પહેલાં કાયદેસર વેરો ભરપાઈ કરવાની નોટિસો અપાઈ છે.
વાપી નગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચએ પુરુ થાય તે પહેલાં શહેરમાં મિલકત ધારકો પાસે વેરો વસુલાત કરવાનું અભિયાન તેજ કરી દેવાયું છે. તે સંદર્ભમાં આજે સુલપડ વોર્ડ નં.10 વિસ્‍તારના 150 ઉપરાંત ચાલી માલિકોને વેરો ભરી દેવા અંગે નોટિસો ફટકારાઈ છે. તેમજ વેરો સમયસર ભરપાઈ નહી થશે તો મ્‍યુનિસિપલ એક્‍ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી ટાંચ, જપ્તી, વોરન્‍ટ જેવા કાનુની પગલાં લેવામાં આવશે તેવા જાહેર સાઈન બોર્ડ પણ પાલિકા દ્વારા સુલપડ વિસ્‍તારમાં લગાવાયા છે. વર્ષ અંતે 100 ટકા વેરા વસુલાતની કામગીરી પાલિકા પૂર્ણ કરવાનું દૃઢ અભિયાન ચલાવી રહેલ છે. ઉલ્લેખનીય છે કે, સુલપડ વિસ્‍તારમાં રૂમ દીઠ માત્ર 141.00 રૂા. મિલકત વેરો છે તેમ છતાંય ચાલી માલિકો વેરો ભરપાઈ નથી કરી રહ્યા. તેથી પાલિકાએ કાયદેસર પગલાં ભરવાની જાહેર ચિમકી ઉચ્‍ચારી દીધી છે.

Related posts

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

વાપી શામળાજી રોડ પર ખાડાઓને લીધે ખટાણા ગામના બે લોકોના અકસ્‍માત મોત

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

Leave a Comment