Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

સંઘપ્રદેશ પ્રશાસન સંવેદનશીલ નિર્ણય લઈ નવરાત્રિ મહોત્‍સવ માટે છૂટ આપે એવી પ્રબળ બનેલી માંગ

ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સંચાલકોની પડÂõ કોઈ નેતા કે રાજકારણી પણ નહીં હોવાથી તેમનો અવાજ ઉપર સુધી નહીં પહોંચતો હોવાની પણ વ્‍યક્‍ત થતી વેદના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 10

દમણમાં કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા નિયંત્રણોના પગલે ડી.જે. અને સાઉન્‍ડ સિસ્‍ટમ સંચાલકો અને તેમની સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હોવાની કાકલૂદી કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના ડી.જે. અને સાઉન્‍ડ સિસ્‍ટમ સંચાલકોની પડખે ઉભા રહેવા માટે કોઈ નેતા કે રાજકારણી પણ રસ લેતા નથી. જેના કારણે તેમની રજૂઆતને કોઈ બળ નથી મળી રહ્યું અને ઉચ્‍ચ અધિકારીઓ સુધી તેઓ પોતાનો અવાજ રજૂ કરવા નિષ્‍ફળ જઈ રહ્યા હોવાની બૂમ પણ પાડી રહ્યા છે.

સંઘપ્રદેશ પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ માટે સંવેદનશીલ નિર્ણય લઈ અગામી નવરાત્રિ મહોત્‍સવમાં ડી.જે. અને સાઉન્‍ડ સિસ્‍ટમ માટે પરવાનગી આપે એવી લોક લાગણી પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોવિડ-19 મહામારી નિયંત્રણમાં હોવાની સાથે ડી.જે. અને સાઉન્‍ડ સિસ્‍ટમના સંચાલકો કોવિડ-19ની તમામ માર્ગદર્શિકાનું પાલન કરવા પણ બાંહેધરી આપી રહ્યા છે ત્‍યારે તેમના મરણપથારીએ પડેલા ધંધા-રોજગારને નવજીવન આપવાનો પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દમણ માછી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત કથાની હવન આહુતિ સાથે કરાયેલી પૂર્ણાહુતિ

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

સેલવાસના બે સામાજીક કાર્યકર્તાઓનું હૃદય રોગના હૂમલામાં મોત

vartmanpravah

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah

Leave a Comment