Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા દીવના મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમૃતાબેન બામણીયા સાથે શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04
આજરોજ જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત ચાઈલ્‍ડલાઈન સર્વિસ દીવ, દ્વારા દીવના મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઅમૃતાબેન બામણીયા તથા વણાકબારા સરપંચશ્રી મીનાક્ષીબેન સાથે મુલાકાત કરવમાં આવેલ જેમાં જીવનદીપ ટ્રસ્‍ટ(દિવ્‍યાંગ બાળકોની સંસ્‍થા) કોડીનાર ખાતે દિવ્‍યાંગ બાળકોએ બનાવેલી રાખડીઓનું પ્રદર્શન કરી આ અંતઃકરણથી આપેલ આશીર્વાદ રૂપી રાખડી બાળકો દ્વારા બંધાવી તમામ મહાનુભવોને શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમ પ્રોજેકટ ડાયરેક્‍ટરશ્રી આરીફભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. જેમાં આ અવસર પર ચાઈલ્‍ડના કો-ઓર્ડીનેટરશ્રી તનવીરભાઈ ચાવડા દ્વારા સંસ્‍થાનો પરિચય આપ્‍યો તથા સંસ્‍થાની કામગીરી વિશે માહિતી આપી જેમાં 1098 કૉલિંગ સર્વિસ છે. જે બાળકોના હિતો, અધિકારો તથા રક્ષણ કરતી સંસ્‍થા છે. આ સાથે દીવના મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કાપડિયાને ચાઈલ્‍ડ લાઇન ટિમ દ્વારા શુભેચ્‍છા પત્ર આપી શુભેચ્‍છાઓ પાઠવી. જે બદલ તમામ મહાનુભાવોએ ચાઈલ્‍ડલાઈન, દીવ કો-ઓર્ડીનેટર, તનવીરભાઈ ચાવડા ટિમ મેમ્‍બર, હર્ષાબેન શાહ અને વોલન્‍ટિયર કુલદીપભાઈ ચૌહાણ, અંજનાબેન યાસીન આભાર માન્‍યો હતો.

Related posts

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત રાત્રી ચૌપાલ યોજાઈ

vartmanpravah

દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્‍યાના આરોપીને આજીવન જેલની સજા

vartmanpravah

મલાવની મચ્‍છરે રેફ્રિજરેટર કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડગ્રેબિંગ ફરિયાદની તપાસમાં વિલંબ થતા કલેકટરનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

vartmanpravah

Leave a Comment