February 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

યુવાનો વિદેશથી પરત ફરી મુંબઈ એરપોર્ટથી ઈનોવા કારમાં સુરત જઈ રહ્યા હતા ત્‍યારે સર્જાયેલો અકસ્‍માતઃ બે લોકોને ગંભીર ઈજા થતાં સુરતની હોસ્‍પિટલમાં ખસેડાયાઃ કારનો કચ્‍ચરઘાણ થઈ ગયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ચીખલીના આલીપોર બ્રિજ ઉપર સોમવારની વહેલી સવારે કન્‍ટેઈનર અને ઈનોવા કાર વચ્‍ચે સર્જાયેલા ગંભીર અકસ્‍માતમાં ઈનોવા કાર ડિવાઈડર કુદી સામેના ટ્રેક ઉપર ધસી જઈ કન્‍ટેઈનર સાથે અથડાતા કારમાં સવાર ચારના સ્‍થળ ઉપર મોત નિપજ્‍યા હતા. જ્‍યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સુરત હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.
બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારની સવારના સાડા પાંચ થી છ વાગ્‍યાના સમય દરમ્‍યાન ચીખલીના આલીપોર નેશનલ હાઈવે નં. 48 ઉપર ઓવરબ્રિજ ઉપર મુંબઈ થી સુરત જઈ રહેલ ઈનોવા કાર નં.જીજે-06-એફસી-2754ના ચાલકે પોતાના કબ્‍જાની ઈનોવા કાર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્‍ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઈનોવા કાર ડિવાઈડર કુદી ચીખલી તરફ આવી રહેલ કન્‍ટેઈનર નં.જીજે-15-એવી-6854 સાથે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માત દરમ્‍યાન બે વ્‍યક્‍તિઓ બહાર ફેંકાઈ જવા પામ્‍યા હતા. જ્‍યારેઅન્‍ય ચાર કેટલા કારની અંદર ફસાઈ જવા સાથે લોહી લુહાણ હાલતમાં પોલીસ અને સ્‍થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્‍યા હતા.
અકસ્‍માતમાં ઈનોવા કારના ચાલક મહમદ હમજા મહમદ હનીફભાઈ ઈબ્રાહીમભાઈ પટેલ (ઉ.વ20) (રહે.115- એ9 કોસાડ આવાસ ભરથાણા સુરત), ગૌરાંગ નંદલાલ અરોરા (ઉ.વ40) (રહે. 92સુભાષ નગર ઘોડદોડ રોડ સુરત), અમિત દોલતરામ થડાની (ઉ.વ41) (રહે. સી106 વાસ્‍તુગ્રામ એપાર્ટમેન્‍ટ હેપ્‍પી રેસિડેન્‍સી પાછળવેસુ સુરત) તથા રોહિત સુભકરણ માહલુ (ઉ.વ40) (રહે.પ્‍લોટ નં:3 સાંઈ આશિષ સોસાયટી સુરત) એમ ચાર જેટલા યુવાનોના સ્‍થળ પર જ મોત નિપજયા હતા. જ્‍યારે ગંભીર ઈજાગ્રસ્‍ત રિષી અરૂણકુમાર અન્‍જિનીયર (ઉ.વ42) (રહે.12એ મેઘદૂત સોસાયટી ઉમરા પોલીસ સ્‍ટેશન પાછળ અઠવાલાઇન્‍સ સુરત), વિકાસ રતનભાઈ સરાફ (ઉ.વ41) (રહે.એમ81 સોમેશ્વર એંકલેવ સુરત)ને સારવાર અર્થે સુરત હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.
ઉપરોક્‍ત અકસ્‍માતના બનાવમાં ઈનોવા કારને વ્‍યાપક નુકસાન થયું હતું. બનાવ અંગેની જાણ થતાં સુરત થી મરનારના પરિવારજનો, સંબંધીઓ મોટી સંખ્‍યામાં ચીખલીની સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલમાં ધસી આવ્‍યા હતા અને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું એક સાથે ચાર જેટલાના મોતથી ગમગીની ફેલાઈ જવા પામી હતી. પોલીસે કન્‍ટેઈનરના ચાલક અશોકકુમારકપિલદેવ રાજપૂત (રહે.ખેરા તા.ભાનપુર જી.બસ્‍તી યુપી) ની ફરિયાદ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના ઉપરોક્‍ત યુવાનો વિદેશ પ્રવાસ કરી મુંબઈ એરપોર્ટ પરથી ભાડેથી ઈનોવા કારમાં સુરત પરત જઈ રહ્યા હોવાનું જાણવા મળ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયથી 5 વિધાનસભા દીઠ નમો કિસાન ઈ-બાઈકને સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવાઈ

vartmanpravah

વાપીથી એરગન રાખનાર ઈસમને એલસીબીની ટીમે ઝડપી પાડયો

vartmanpravah

પારડીના કીકરલા ગામે સીયાર ખાડીના ગરનાળામાંથી વૃદ્ધની લાશ મળી

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજનો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

દમણ-દીવ સાંસદ-11નો મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ઉપર કબ્‍જો : રનર્સ અપ બનેલી જિલ્લા પંચાયત

vartmanpravah

Leave a Comment