Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિતે રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસ સચિવાલયની સામે ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્રમાં ભણતા દિવ્‍યાંગ બાળકોને ભણતર સાથે વિવિધ ઈતર પ્રવૃત્તિ શીખવવામાં આવે છે જેના કારણે એમનો આત્‍મવિશ્વાસ વધે છે અને એમનામાં રહેલ શુષુપ્ત શક્‍તિને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેનાથી બાળકોમાં ભણતર સાથે તાલીમ મેળવતા દિવ્‍યાંગબાળકોએ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે જેના માટે બાળકો પોતાના હાથે કલાત્‍મક રંગબેરંગી રાખડીઓ બનાવી એને કલેક્‍ટર કચેરી પરિસરમાં સ્‍ટોલ લગાવી એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી જે આવક થાય છે તે બાળકોના માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેથી પ્રદેશવાસીઓ પણ આ બાળકોના પ્રયાસ દ્વારા બનાવવામાં આવેલ કલાત્‍મક રાખડીઓની ખરીદી કરે જેનાથી બાળકોને પણ ઉત્‍સાહ આવશે અને એમને ખુશી થશે કે અમે મહેનત કરી બનાવેલ વસ્‍તુઓનું વળતર પણ અમને મળે છે.

Related posts

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

જિલ્લા સ્‍તરીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ચીખલીમાં તંત્રએ હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધી બંને બાજુના લારી-ગલ્લાવાળાના દબાણો હટાવ્‍યા

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

Leave a Comment