Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

સરપંચ મયુરીબેન પટેલ અને પતિ મુકેશ પટેલ એ.સી.બી.ના છટકામાં રોકડા એક લાખની લાંચ લેતા સપડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી પાસે આવેલ ચંડોર ગામના મહિલા સરપંચ અને તેમના પતિ ફલેટ આકારણી કરવા પેટે રૂપિયા 1 લાખની લાંચ સ્‍વિકારતા એ.સી.બી.એ ગોઠવેલા છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
ચંડોર ગામે આવેલ હનુમંત રેસિડેન્‍સીમાં જાગૃત નાગરિકે ફલેટ રાખ્‍યા હતા. જેની આકારણી માટે તેઓએ પંચાયતના સરપંચ મયુરીબેન મુકેશભાઈ પટેલ અને તેમના પતિ મુકેશભાઈ ભુલાભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ફલેટ આકારણી પેટે સરપંચ દંપતિએ રૂા.અઢી લાખની માંગણી કરી હતી. તે આપવા માટે ફરિયાદીએ સંમતિ દર્શવી હતી. પરંતુ હકીકતમાં તેઓ આપવા માગતા નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. એ.સી.બી.એ આગળની પ્રક્રિયા હાથ ધરી હતી. ફરિયાદીએ સરપંચને જણાવેલ કે હાલ 1 લાખની સગવડ થઈ છે, બાકીના પછી આપીશ. તેમ કહીને ને.હા.48 શ્રી ખોડીયાર હોટલમાં રૂપિયા લેવા મુકેશભાઈ પટેલને બોલાવેલ તે પહેલા એ.સી.બી. અધિકારી કે.આર. સક્‍સેના અને મદદનીસ અધિકારી એ.કે. ચૌહાણએ હોટલના પાર્કીંગમાં છટકું ગોઠવી તહેનાત હતા. ફરિયાદીએ સરપંચ પતિ મુકેશભાઈ પટેલને રોકડા રૂપિયા 1 લાખ આપ્‍યા તે અંગેની સરપંચ મયુરીબેન સાથે પણ હેતુલક્ષી વાત કરી હતી તેથી એ.સી.બી.માં રંગે હાથ સરપંચ પતિ અને સરપંચ મયુરીબેન પટેલને એરેસ્‍ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ પણ વાપી વિસ્‍તારના ચાર જેટલા સરપંચ લાંચ લેતા ઝડપાઈ ચુક્‍યા છે.

Related posts

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાદરા નગર હવેલી ભાજપા એસ.ટી. મોરચા દ્વારા સાયલી ગામના બાળકની નિર્મમ હત્‍યા સંદર્ભે એસ.પી.ને રજુઆત કરાઈ

vartmanpravah

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત સ્‍વયંસેવકોને દસ દિવસની આપવામાં આવી તાલીમ

vartmanpravah

Leave a Comment