Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શીતળા સાતમ વ્રત નિમિતે દાનહમાં મહિલાઓએ કરેલી પૂજા-અર્ચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દાદરા નગર હવેલીમાં મહિલાઓએ મંદિરો તથા ઘરમાં શીતળા માતાની મૂર્તિ, પ્રતિમાનું સ્‍થાપન કરી પૂજા-અર્ચના કરી હતી. સેલવાસના શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ પરિસરમાં આવેલ શીતળા માતાના મંદિરે મહિલાઓએ પૂજા-અર્ચના કરી માતાના આશીર્વાદ મેળવ્‍યા હતા. આ વ્રતના આગલા દિવસે રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા બાદ બહેનો સગડી, ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે, શીતળા સાતમના દિવસે સવારે વહેલાં ઉઠી ઠંડા પાણીથી સ્‍નાન કરી પૂજા-અર્ચના કર્યા બાદ આખો દિવસ ટાઢો ખોરાક ખાઈ એકટાણુ કરવામાં આવે છે અને આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી પ્રાર્થના કરે છે.

Related posts

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

વાંસદાના સિણધઈ ગામે દીપડાએ ધોળા દિવસે બે ખેત મજૂરો પર હુમલો કરતા લોહી લુહાણ

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં રાષ્‍ટ્રીય ગણિત દિવસ-2022ની ઉજવણી

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

Leave a Comment