October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી એપીએમસીમાં ફળોના રાજા કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ

પ્રથમ દિવસે પ્રતિ 20 કિલો ગ્રામ કેસરનો રૂા.2,351/-, દશેરીનો રૂા.2,350/- અને લંગડો કેરીનો રૂા.1,651/- ભાવ જાહેર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: ચીખલી એપીએમસીમાં ફળોના રાજા કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ થતા પ્રથમ દિવસે પ્રતિ 20 કિલો ગ્રામ કેસરનો રૂા.2,351/-, દશેરીનો રૂા.2,350/- અને લંગડો કેરીનો રૂા.1,651/- ભાવ જાહેર થયો હતો.
ચીખલી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં ચેરમેન કિશોરભાઈ પટેલ, વાઈસ ચેરમેન પરિમલભાઈ દેસાઈ, ડિરેકટર અજયભાઈ દેસાઈ, ધર્મેશભાઈ ઘેજ સેક્રેટરી મકસુંદભાઈ લાકડવાલા ઉપરાંત નરેન્‍દ્રભાઈ (મામા) અમિતકુમાર, અંકિત પટેલ, ગુરદીપભાઈ સહિતના વેપારીઓ અને ખેડૂતોની ઉપસ્‍થિતિમાં કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. પ્રથમ દિવસે કેસર કેરીનો પ્રતિ 20 કિલો ગ્રામનો સૌથી વધુ રૂા.2,351/-, દશેરીનો રૂા.2,350/- અને લંગડો કેરીનો રૂા.1,651/- ભાવ જાહેર થયો હતો. જોકે બીજા નંબરના ગ્રેડની કેરીનો કેસરના 901, દશેરીનોરૂા.801/- અને લંગડો કેરીનો રૂા.901/- ભાવ જાહેર થયો હતો. ચાલુ સિઝને અલગ અલગ બે-ત્રણ ફાલમાં ફૂટ થવા સાથે કેરીનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે. ત્‍યારે એપીએમસીમાં કેરીની વિપુલ માત્રામાં આવક થવા સાથે પોષણક્ષમ ભાવો પણ જળવાઈ રહે તેવો આશાવાદ ખેડૂતો રાખી રહ્યા છે. ગત સીઝનમાં ચીખલી એપીએમસીમાં 15,200 કવીન્‍ટલ સાથે રૂા.7.06 કરોડ રૂપિયાની કેરીની નિકાસ રાજસ્‍થાન, દિલ્‍હી સહિતના રાજ્‍યોમાં થઈ હતી.
ચીખલી એપીએમસીમાં 40-મણ થી વધુ કેરીનો જથ્‍થો લાવનાર ખેડૂતો માટે આ વખતે અલાયદી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. 40-મણ થી વધુ કેરી લઈને આવનાર ખેડૂતોની કેરીની હરાજી માટે એપીએમસીના પાછળના ભાગે અલગ લાઈન કરી અલગથી હરાજી કરવામાં આવશે. વધુમાં કેરીની હરાજીનો પ્રારંભ દરરોજ સાંજે પાંચ વાગ્‍યાથી શરૂ થશે અને ચીકુની હરાજી બપોરે 3 થી 5 વાગ્‍યા દરમ્‍યાન જ થશે તેમ ચેરમેન કિશોરભાઈ પટેલે જણાવી ખેડૂતોને પોતાની કેરીના નાણાં રોજબરોજના રોકડ તથા ચેકથી લઈને જવા અનુરોધ કર્યો હતો. સાથે વેપારીઓને પણ જરૂરી સૂચના આપી કોઈપણ ફરિયાદ હોય તો તેમને સીધી રજૂઆત કરવા ખેડૂતોને જણાવ્‍યું હતું.
ચીખલી એપીએમસીમાં ચેરમેન કિશોરભાઈ પટેલ અને તેમની ટીમના સુચાર વહીવટનેપગલે ચીખલી ઉપરાંત વલસાડ, ગણદેવી, વાંસદા સહિતના વિસ્‍તારમાંથી પણ કેરી-ચીકુના વેચાણ માટે મોટી સંખ્‍યામાં ખેડૂતો આવતા હોય છે. કેરીની હરાજીના પ્રારંભને પગલે દિવસ-રાત એપીએમસીમાં વેપારી અને ખેડૂતોનો પગરવો રહેશે.

Related posts

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

દમણમાં 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં આજે દીવમાં યુવા કાર્યક્રમોને ખેલવિભાગ દ્વારા આયોજીત તરણ અને ફીટનેશ લીગ ચેમ્‍પિયનશીપ

vartmanpravah

વાપી હાઈવે પર રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલા કન્‍ટેનર સાથે ચાલક ઝડપાયો

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment