September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઓનલાઈન નોકરી આપવાના બહાને છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.05: સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ગત તા.5મી જુલાઈના રોજ ઓનલાઇન નોકરી અપાવવાના બહાને છેતરપીંડી કરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી જેના આરોપીઓની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આઇપીસી 420 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ છેતરપીંડી કરનાર દ્વારા મર્ચન્‍ટ નેવીમાં નોકરી અપાવવાના બહાને બે લાખ રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં જમા કરાવવા જણાવ્‍યું હતું. જેથી બોર્ડિંગ માટે મુંબઈથી દોહા અને દોહાથી ઈસ્‍તમ્‍બુલ માટે બુક કરેલ હવાઈ ટિકિટ બતાવી ફરિયાદીને બહેકાવ્‍યા હતા.

એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈનના માર્ગદર્શનમાં એસએચઓ શ્રી અનિલ ટી.કે, પીએસઆઈ શ્રી શશી સીંગ સાથે ટીમ બનાવી આરોપીઓના મોબાઈલ લોકેશન અને ટેક્‍નીકલ ટીમ દ્વારા ચંદીગઢ જઈ અને ઘટનામાં સામેલ આરોપીને શોધી કાઢી જેમાં શાહિલ સતીશ ગૌતમ (ઉ.વ.26) અને સુશ્રી પ્રિસપાલ લખવિન્‍દર સિંહ કૌર (ઉ.વ.29) રહેવાસી ચંદીગઢ જેઓએ પોતાનો ગુનો પણ કબુલી લીધો હતો, ત્‍યારબાદ તેઓની ધરપકડ કરવામાં આવી અને બે લાખ રૂપિયા છેતરપીંડીની રકમને એજન્‍સી દ્વારા અગાઉ જ ફ્રિજ કરી દીધી હતી. આ ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહીછે.

Related posts

રખોલી ગ્રામ પંચાયતે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓનું વેચાણ અને ઉપયોગ કરનારને ફટકારેલો દંડ

vartmanpravah

સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

પારડીમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

Leave a Comment