October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: છેલ્લા ઘણા વર્ષોથી જેનું કામકાજ ચાલી રહ્યું હતું એવા 99 એકરના તળાવ ડેવલોપિંગ અંતર્ગત બની રહેલ ક્રિકેટ સ્‍ટેડિયમનું આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નાણા ઊર્જા અને પેટ્રોલ કેમિકલ ખાતું સંભાળતા પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા.261.08 લાખના ખર્ચે તૈયાર થયેલા ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું જે લોકાર્પણને લઈ હવે પારડી નગરના ક્રિકેટ પ્રેમી યુવાનોને ક્રિકેટ રમવાનું એક કાયમી મેદાન મળી રહ્યું છે.
પારડીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ક્રિકેટ રમવા માટેનું મેદાન ઉપલબ્‍ધ ન હોય સરકારના તળાવ ડેવલોપિંગ અંતર્ગત છેલ્લા ત્રણ ટ્રમ પહેલા પારડી નગરપાલિકા તરફથી ક્રિકેટ બનાવવાનો ઠરાવ કરી તેને બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ અડચણ ને લઈ ઘણા લાંબા સમયથી આ ક્રિકેટ ગ્રાઉન્‍ડ તૈયાર થઈ શકયું ન હતું. પરંતુ પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ નાણામંત્રી બન્‍યા બાદ પોતાના વિસ્‍તારમાં વિકાસના કામોને ખૂબ વેગ મળી હોય અહીં આ ક્રિકેટ મેદાન તૈયાર થવાનું શકય બની શકયું છેઅને તેનું લોકાર્પણ પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે જ કરવામાં આવ્‍યું છે.
આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્‍દ્રભાઈ, કમલેશભાઈ, સીલ્‍પેશભાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી કેતન પ્રજાપતિ, પ્રણવ દેસાઈ, પારડી શહેર યુવા ભાજપ પ્રમુખ જેશિગ ભરવાડ મહામંત્રી જુબિન દેસાઈ, આર.એસ એસ.ના રાજેશભાઈ રાણા, ત્રણેય માજી નગરપાલિકા પ્રમુખ એવા રતનબેન, ફાલ્‍ગુનીબેન તથા હસુભાઈ પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ વહીવટદાર આર.આર. ચૌધરી, ચીફ ઓફિસર બી. બી. ભાવસાર સહિત ખૂબ મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો તથા ક્રિકેટ પ્રેમીઓ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

વાપી શહેરમાં ભાજપ સહિત વિવિધ પાર્ટીઓએ 11 વોર્ડ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમતા કર્યા

vartmanpravah

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

vartmanpravah

કોલક ખાડીમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો વેપલો ફરી શરૂ: પારડી પોલીસે 26 હજારનો દારૂ અને બે મોટર સાયકલ મળી 121400 નો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

Leave a Comment