Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

13મી ઓગસ્‍ટે સાંજે 4:30 વાગ્‍યે જમ્‍પોર બીચ ખાતે વિશાળ રેલી

14મી ઓગસ્‍ટે સવારે 7:00 વાગ્‍યે દેવકા ગાર્ડન નજીક સ્‍વતંત્રતા માટે ભારતના કરાયેલા વિભાજન બદલ યોજાનારી શોક રેલી

દમણ જિલ્લાના ઔદ્યોગિક એકમો અને હોટલો માટે યોજાનારી લાઈટિંગ ડેકોરેશન સ્‍પર્ધા

કલેક્‍ટરાલય, દરેક રાશનની દુકાનો, નગરપાલિકા ઓફિસ, જિલ્લા પંચાયત અને દરેક ગ્રામ પંચાયત કાર્યાલયથી રાષ્‍ટ્રધ્‍વજ ખરીદી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
આજે દમણ કલેક્‍ટરાલયમાં કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના અધ્‍યક્ષસ્‍થાને વિવિધ વિભાગોના અધ્‍યક્ષ, સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, હોટલ એસોસિએશન અને સોસાયટીના સભ્‍યોની મળેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણીના સંદર્ભમાં જાણકારી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશ આઝાદીના અમૃત મહોત્‍સવ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. જેના કારણે જન જનમાં રાષ્‍ટ્રભાવનાનું ઘડતર થઈ રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને કુશળ માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલીઅને દમણ-દીવમાં ‘હર ઘર તિરંગા’ અભિયાને જન આંદોલનનું સ્‍વરૂપ પકડયું છે. જેની કડીમાં 13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન મનાવાનારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણ જિલ્લાને તિરંગાથી સજાવવાની તૈયારી શરૂ થઈ ચુકી છે.
જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે આપેલી જાણકારી મુજબ 13મી ઓગસ્‍ટે સાંજે 4:30 વાગ્‍યે જમ્‍પોર બીચ ઉપર વિશાળ રેલી, 14મી ઓગસ્‍ટની સવારે 7:00 વાગ્‍યે દેવકા ગાર્ડન નજીક સ્‍વતંત્રતા માટે ભારતના કરાયેલા વિભાજન બદલ શોક રેલીનું પણ આયોજન કરાયું છે.
દમણ જિલ્લાના તમામ સરકારી કાર્યાલયો, શાળા, કોલેજ, હેલ્‍થ વેલનેસ સેન્‍ટર, બેંક, આંગણવાડીઓ, હોટલ, ઔદ્યોગિક એકમો અને અન્‍ય સરકારી અને ગેરસરકારી ઈમારતો ઉપર તિરંગો ફરકાવવામાં આવશે.
ડો. તપસ્‍યા રાઘવે વધુમાં જણાવ્‍યું હતું કે, સામાન્‍ય જનતાની સગવડતા માટે ભારતીય ધ્‍વજ કોડ 2002માં સંશોધન કરવામાં આવ્‍યું છે, જેના અંતર્ગત તિરંગાને સુતરાઉ, પોલીએસ્‍ટર, ઊન, રેશમ અને ખાદીથી બનાવેલ સામગ્રીમાં પણ ખરીદી શકાશે. તેમણે જણાવ્‍યું હતું કે, આ તિરંગાને સમાહર્તાલય, જિલ્લા પંચાયત અને પંચાયત ઘર, નગરપાલિકા અને દરેક રાશનની દુકાનો અથવા એમેઝોન અને ફિલપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઈટથી પણ ખરીદી શકાશે.
દમણના જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે13 ઓગસ્‍ટથી 15 ઓગસ્‍ટ દરમિયાન ઔદ્યોગિક એકમો અને હોટલ એસોસિએશન માટે લાઈટિંગ ડેકોરેશન સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ઉત્‍કૃષ્‍ટ લાઈટિંગ ડેકોરેશન કરવાવાળા એકમોને પુરસ્‍કૃત પણ કરાશે.
કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે કાર્યક્રમની રૂપરેખા ઉપર પ્રકાશ પાડતા જણાવ્‍યું હતું કે, દમણમાં વિવિધ પ્રાંત અને રાજ્‍યના લોકો રહે છે. આ તર્જ ઉપર 13 ઓગસ્‍ટે મીની ઈન્‍ડિયાના રૂપમાં મનાવવા માટે દરેકે પોતપોતાના પ્રાંત, રાજ્‍યની વેશભૂષા પહેરવા પણ પ્રેરિત કરાયા હતા. તેમણે જણાવ્‍યું હતું કે એનો મુખ્‍ય ઉદ્દેશ અનેકતામાં એકતાને પ્રદર્શિત કરવાનો છે અને આજની પેઢીને સંસ્‍કૃતિ સાથે જોડી રાખવાનો છે. તેમણે જણાવ્‍યું હતું કે, દરેક સમુદાય વિવિધ સાંસ્‍કૃતિક વેશભૂષામાં પ્રસ્‍તુતિ કરી આ મહા અભિયાનમાં સહભાગી બનશે.
કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે ત્‍યારબાદ 14મી ઓગસ્‍ટના રોજ સવારે 7:00 વાગ્‍યે દેવકા ગાર્ડન નજીક સ્‍વતંત્રતા માટે ભારતના કરાયેલા વિભાજન બદલ શોક રેલીનું પણ આયોજન કરાયું છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ 1947માં ભારતના વિભાજનથી દેશ જે પીડામાંથી પસાર થયો હતો તેના પ્રત્‍યે શોક જાહેર કરવાનો છે. જિલ્લા કલેક્‍ટરે શોક રેલીમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ઐતિહાસિક બનાવવા અનુરોધ કર્યો હતો.

Related posts

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

vartmanpravah

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

ચીખલીના ખુડવેલ ગામે બે એસટી બસ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એક ડ્રાઈવરનું મોત

vartmanpravah

બગવાડા હાઈવે પર કન્‍ટેનર પાછળ BMW કાર ઘૂસી જતા કારનો ખુરદો: એર બેગ ખુલી જતા કારમાં સવાર તમામનો સામન્‍ય ઈજા સાથે બચાવ

vartmanpravah

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

vartmanpravah

Leave a Comment