December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-વાપી રોડ પર વાનમાં આગ લાગતા મચેલી દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: સેલવાસ- વાપી મેઈન રોડ ઉપર એક વાનમાં અચાનક આગ પકડી લેતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ડીએન-09 એચ-0243 મારુતિ ઓમની વાનમાં આગળનાભાગે અચાનક ધુમાડો નીકળવા લાગતા કારનો ચાલક ગાડીને રોડની સાઈડ પર કરી અંદરથી બહાર નીકળી ગયો હતો. આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને ફાયર વિભાગને ફોન કરવામાં આવ્‍યો હતો, પરંતુ બાજુમાં જ પટેલ પેટ્રોલ પમ્‍પના સ્‍ટાફે ફાયર ઈક્‍વિપમેન્‍ટ સાથે પહોંચી સમય સૂચકતા વાપરી આગને કાબુમાં લઈ લીધી હતી. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી. કાર ચાલકના જણાવ્‍યા અનુસાર કારમાં અચાનક શોર્ટ સર્કીટ થતાં આગ પકડી લીધી હતી. મારી વાનમાં સીએનજી કીટ લગાવવામાં આવેલ છે. જો સમય પર આગ પર કાબુ નહીં મેળવ્‍યો હોત તો મોટી દુર્ઘટના બનવાની સંભાવના હતી.

Related posts

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

વલસાડની રોણવેલ 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા બીનવાડા ગામની મહિલાની 108માં સફળ ડિલેવરી

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

vartmanpravah

આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રજાસત્તાક અને નિર્માણ દિવસ નિમિત્તે દીવ ખાતેથી તિરંગો લહેરાવશે

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

Leave a Comment