(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08: દાદરા નગર હવેલીમાં ગવર્નમેન્ટ હાઈસ્કૂલ મસાટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં યોજાનારા સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા ઉપસ્થિત રહેશે. આવતી કાલે સાંજે 4:00 વાગ્યે યોજાનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત દાદરા નગર હવેલીના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા અથાક પ્રયાસો કરી રહ્યા છે.