Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09
ચીખલી તાલુકામાં પણ 148 જેટલાં આરોગ્‍ય કર્મચારીઓ પડતર પ્રશ્નોનોની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા આરોગ્‍ય સેવાઓને વિપરીત અસર થવા પામી છે.
આરોગ્‍ય કર્મચારીઓ 1900 ગ્રેડ પેનાં સ્‍થાને 2800 ગ્રેડ પે, ફેરણી ભથ્‍થું, કોરોના મહામારીમાં જાહેર રજાઓ અને રવિવાર સહિત 98 દિવસનું કોરોના ભથ્‍થું સહિતની માંગણીઓ બાબતે આગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા બાહેંધરી પણ આપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી એક પણ માંગણીનું સંતોષકારક નિરાકરણ નહીં આવતાં નવસારી જિલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળના પ્રમુખ યોગેશભાઈ, મંત્રી વિજયભાઈ સહિતના પ્રમુખ દ્વારા તાલુકાના આરોગ્‍ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
તાલુકાના 12 જેટલાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનાં મલ્‍ટી તેમજ સુપર વાઈઝર, ફ્રીમેલ હેલ્‍થ સુપર સુપરવાઈઝર, હેલ્‍થ વર્કર સહિતનાં 148 જેટલાં આરોગ્‍ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા તાલુકામાં આરોગ્‍ય સેવા ખોરવાવા પામી છે. આરોગ્‍ય કર્મચારીઓ હડતાલમાં જોડાતા કોરોના વેક્‍સિન, મમતા દિવસ અંતગર્ત સગર્ભા બહેનો અને નાના બાળકોને રસીકરણની કામગીરી, ફિલ્‍ડ સર્વેલન્‍સ મલેરીયા, ડેન્‍ગ્‍યુ, લેપ્‍ટોસ્‍પાયરોસિસ , પ્રધામંત્રીશ્રી જન આરોગ્‍ય યોજના,માતૃ બાળ કલ્‍યાણ યોજના જેવી વિવિધ આરોગ્‍ય લક્ષી કામગીરી પર અસર વર્તાવા પામી છે.
હાલમાં અસહ્ય બફારા સાથેના ઉકળાટ ભરાતા વાતાવરણમાં શરદી, ખાંસી, તાવ સહિતની બીમારીઓનું પ્રમાણ પણ વધુ છે. તેવામાં આરોગ્‍ય કર્મચારીઓની હડતાલને પગલે લોકોને મોટી હાલાકી વેઠવાની નોબત આવી છે. તાલુકામાં તલાટી કમ મંત્રી ઓ બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પણ હડતાલ પર ઊતરતાં આમપ્રજાની વધુ એક મુશ્‍કેલીઓનો વધારો થવા પામ્‍યો છે.
————–

Related posts

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

ચીખલીના કલીયારી ગામેથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજો લઈ તબીબી તપાસ કરાવી સુરક્ષિત સ્‍થળે ખસેડવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્‍વયં સેવકોએ ખાખી પેન્‍ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment