ત્રણ ફાયર ફાઈટરોએ જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવ્યો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.09
વાપી ડુંગરામાં આજે વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી ડુંગરા મુસા રેસીડેન્સી પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભિષણ આગ લાગી હતી. ગોડાઉનનો દરવાજો ખુલ્લો હતો. આગની જાણ થતા લોકો દોડી આવ્યા હતા. વાપી ટાઉન અને જી.આઈ.ડી.સી.ના ત્રણ બંબા ઘટના સ્થળે ધસી આવ્યા હતા. ગોડાઉનમાં પુઠાના બોક્ષ અને પેપરનો વેસ્ટ ભરેલો હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. ફાયર બ્રિગેડના લશ્કરોએ જહેમત કરીને આગ બુઝાવી દીધી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી તેમજ આગમાં કોઈ જાનહાની કે હતાહત થઈ નહોતી.