October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09
ચીખલી તાલુકામાં પણ 148 જેટલાં આરોગ્‍ય કર્મચારીઓ પડતર પ્રશ્નોનોની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા આરોગ્‍ય સેવાઓને વિપરીત અસર થવા પામી છે.
આરોગ્‍ય કર્મચારીઓ 1900 ગ્રેડ પેનાં સ્‍થાને 2800 ગ્રેડ પે, ફેરણી ભથ્‍થું, કોરોના મહામારીમાં જાહેર રજાઓ અને રવિવાર સહિત 98 દિવસનું કોરોના ભથ્‍થું સહિતની માંગણીઓ બાબતે આગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા બાહેંધરી પણ આપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી એક પણ માંગણીનું સંતોષકારક નિરાકરણ નહીં આવતાં નવસારી જિલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળના પ્રમુખ યોગેશભાઈ, મંત્રી વિજયભાઈ સહિતના પ્રમુખ દ્વારા તાલુકાના આરોગ્‍ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
તાલુકાના 12 જેટલાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનાં મલ્‍ટી તેમજ સુપર વાઈઝર, ફ્રીમેલ હેલ્‍થ સુપર સુપરવાઈઝર, હેલ્‍થ વર્કર સહિતનાં 148 જેટલાં આરોગ્‍ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા તાલુકામાં આરોગ્‍ય સેવા ખોરવાવા પામી છે. આરોગ્‍ય કર્મચારીઓ હડતાલમાં જોડાતા કોરોના વેક્‍સિન, મમતા દિવસ અંતગર્ત સગર્ભા બહેનો અને નાના બાળકોને રસીકરણની કામગીરી, ફિલ્‍ડ સર્વેલન્‍સ મલેરીયા, ડેન્‍ગ્‍યુ, લેપ્‍ટોસ્‍પાયરોસિસ , પ્રધામંત્રીશ્રી જન આરોગ્‍ય યોજના,માતૃ બાળ કલ્‍યાણ યોજના જેવી વિવિધ આરોગ્‍ય લક્ષી કામગીરી પર અસર વર્તાવા પામી છે.
હાલમાં અસહ્ય બફારા સાથેના ઉકળાટ ભરાતા વાતાવરણમાં શરદી, ખાંસી, તાવ સહિતની બીમારીઓનું પ્રમાણ પણ વધુ છે. તેવામાં આરોગ્‍ય કર્મચારીઓની હડતાલને પગલે લોકોને મોટી હાલાકી વેઠવાની નોબત આવી છે. તાલુકામાં તલાટી કમ મંત્રી ઓ બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પણ હડતાલ પર ઊતરતાં આમપ્રજાની વધુ એક મુશ્‍કેલીઓનો વધારો થવા પામ્‍યો છે.
————–

Related posts

આઝાદીના વર્ષો વીત્‍યાં પરંતુ નવ નિર્માણ માટે વલખાં: ચીખલી તાલુકાના દોણજા ગામે હાથીનગર સ્‍થિત કાવેરી નદી પરના લો-લેવલ ડુબાઉ કોઝ-વેના સ્‍થાને નવા પુલના નિર્માણની સ્‍થાનિકોમાં ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

vartmanpravah

Leave a Comment