સોશીયલ મિડીયા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના સોશિયલ મિડીયા ઈન્ફલુએન્ઝર્સ સાથે સોશિયલ મિડીયા ઈન્ફલુએન્ઝર્સ મીટ યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ સોશિયલ મિડીયા ઈન્ફલુએન્ઝર્સને હાલમાં રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને સોશિયલ મિડીયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.
કલેક્ટરશ્રીએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંગે ઈન્ફલુએન્ઝર્સને જાણકારી આપી હતી. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ વિશે માહિતી આપી આ અભિયાનના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. તેમજ તા. 2જી ઓક્ટોબરના રોજ સમગ્ર જિલ્લામાં દરેક સ્થળોએ સફાઈ અભિયાનની ઝુંબેશમાં ભાગીદાર થવા જણાવ્યું હતું.
આ મીટમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરનરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.આર. જહા, ડીઆરડીએ નિયામકશ્રી એ.કે. કલસરિયા, પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ શાહે અને નાયબ માહિતી નિયામક ભાવના વસાવાએસોશિયલ મિડીયાના સહયોગથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટે અને લોકોને આ અભિયાનમાં ભાગીદારી થાય તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. સોશિયલ મિડીયા ઈન્ફલુએન્ઝર્સએ પોતાના અભિપ્રાયો જણાવી કેવી રીતે ભાગીદારી વધારી શકાય તે માટે સૂચનો કર્યા હતા.