October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

મોદી સરકાર દ્વારા દીવની લેવામાં આવી રહેલી માવજત અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રમાણિક અને ગતિશીલ વહીવટથી પ્રભાવિત થઈ દીવ શહેરના બહુમતિ લોકોએ સમરસ પાલિકા ભેટમાં આપવા બનાવેલું મનઃ કેટલાક વિઘ્નસંતોષીઓએ પોતાનો ઉલ્લુ સીધો કરવા અપક્ષ ઉમેદવારો ઉભા રાખી બહુમતિ લોકોની લાગણી સાથે રમત રમવાની કરેલી ચેષ્‍ટા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.23
દીવ નગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વખત 6 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ બિનહરિફ વિજય હાંસલ કરી પાલિકા ઉપર પોતાનો કબ્‍જો મજબૂત કર્યો છે. દીવ નગરપાલિકાની કુલ 13 પૈકી 6 બેઠકો ઉપર બિનહરિફ વિજય મેળવી હવે બહુમતિથી માત્ર એક બેઠક ભાજપ દૂર રહ્યો છે.
મોદી સરકાર દ્વારા દીવની લેવામાં આવી રહેલી માવજત અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રમાણિક અને ગતિશીલ વહીવટથી પ્રભાવિત બનતાં દીવ શહેરમાં ભાજપનો જનાધાર મજબૂત બનવા પામ્‍યો છે. જેના કારણે કોંગ્રેસ સહિતના કોઈપણ રાજકીય પક્ષોએ ભાજપ સામે મેદાનમાં આવવાનું ટાળ્‍યું હતું.
દીવના બહુમતિ લોકો પાલિકાની તમામ બેઠકો ઉપર ભાજપને બિનહરિફ વિજેતા બનાવવાના મૂડમાં હતા. પરંતુ કેટલાક તકસાધુ અનેસ્‍વાર્થી તત્ત્વોએ પોતાનો ઉલ્લુ સીધો કરવા માટે અપક્ષ તરીકે ઉમેદવારો ઉભા રાખ્‍યા છે જેના કારણે 7 બેઠકો ઉપર હવે ચૂંટણી લડાશે.
દીવ નગરપાલિકામાં ભાજપની ટિકિટ ઉપર વોર્ડ નં.2માં ચિંતક સોલંકી, વોર્ડ નં.3માં ભાવના દુધમલ, વોર્ડ નં.5માં દિનેશ કામપડીયા, વોર્ડ નં.7માં કરૂણા સોલંકી, વોર્ડ નં.12માં હર્ષિદા સોલંકી અને અને વોર્ડ નં.13માં હેમલતા દિનેશ સોલંકી બિનહરિફ વિજેતા જાહેર થયા છે.
દીવ નગરપાલિકામાં 6 બેઠકો બિનહરિફ વિજેતા બનાવવામાં પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરના માર્ગદર્શનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, ભાજપ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, દમણ જિ.પં.ના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, યુવા નેતા શ્રી જીજ્ઞેશભાઈ પટેલ વગેરેની ભૂમિકા મહત્‍વની રહી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવાયા

vartmanpravah

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

vartmanpravah

Leave a Comment