October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

શાકભાજી વેચવા બેસેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝુંટવી બાઈક પર આવેલા બે યુવાનો ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: ઉમરગામના ખતલવાડામાં સાંજના સમયે ચેઈન સ્‍નેચિંગની ઘટના બનવા પામી છે. બાઈક પર આવેલા બે યુવાનો શાકભાજી વેચવા બેસેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન આચકી ફરાર થઈ જતા ચકચાર સાથે અસલામતી ભર્યું વાતાવરણ સર્જાવા પામ્‍યું છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ખતલવાડા ગામે કામરવાડ વિસ્‍તારમાં રહેતી ઉષાબેન જમનાદાસ કામળી ઉંમર વર્ષ 58 રાબેતા મુજબ શાકભાજી વેચવા માટે બજારમાં આવી હતીઅને એમના વેચવાના સ્‍થળે બેસીને શાકભાજી વેચી રહી હતી તે સમય દરમિયાન એક ચોર ઈસમ શાકભાજી લેવાના બહાને મહિલા પાસે આવ્‍યો હતો. અને તકનો લાભ મેળવી મહિલાએ ગળામાં પહેરેલી રૂપિયા 55000 કિંમતની સોનાની ચેઈન ઝૂંટવી બાજુમાં ઉભેલ કાળા કલરની બાઈક સાથે એમના જોડીદાર સાથે ભાગી છુટયો હતો. બંને સ્‍નેચરો અંદાજિત 30 થી 35 વર્ષની ઉંમરના તેમજ ગુજરાતી ભાષા બોલતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટનાની ફરિયાદ ઉમરગામ પોલીસ મથક આપતા આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

vartmanpravah

વાપી આયુષ હોસ્‍પિટલ દ્વારા આયુષ ઓનર્સ ઍવોર્ડ સન્‍માન તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment