Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના લુહારી ખાતે ‘મોન્‍સૂન મેડલી ફેસ્‍ટીવલ’નું એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના હસ્‍તે કરાયેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ દીવ-પ્રશાસન દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં પ્રદેશમાં પર્યટનને પ્‍રોત્‍સાહન આપવા માટે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં આજે તા.11મી ઓગસ્‍ટના રોજ ‘મોન્‍સૂન મેડલી ફેસ્‍ટીવલ’નું ઉદ્‌ઘાટન એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના હસ્‍તે રીબીન કાપી કરવામાં આવ્‍યું હતું. આ ફેસ્‍ટીવલ 11ઓગસ્‍ટથી 21ઓગસ્‍ટ સુધી યોજાશે. જેમાં 50 ટેન્‍ટની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ તહેવારોની મસ્‍તીને ભરપૂર બનાવવા માટે અન્‍ય ઘોડે સવારી, એટીવી બાઈકિંગ, ટ્રેકિંગ, દાનહના દર્શનીય સ્‍થળોની યાત્રા, લાઈવ બેન્‍ડ, કોમેડી શો, ફૂડ સ્‍ટોલ, સ્‍મરીકા સ્‍ટોલ, રેઈન ડાન્‍સ સેટઅપ, કલા અને શિલ્‍પ કાર્યશાળાતથા ડીજે પણ સામેલ છે. આ અવસરે એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા સહિત એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, લુહારી ગામના સરપંચ શ્રી દામુભાઈ જે. બડઘા, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી જશોદાબેન પટેલ, ઉપ સરપંચ શ્રી ઈશ્વરભાઈ મહાકુડીયા અને પર્યટન અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

વાંસદા તાલુકા નવતાડ ગામની કાજલ માહલાએ સતત ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવી

vartmanpravah

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ભારત સ્‍કાઉટ ગાઈડના રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ઉપ નિર્દેશક દર્શના પાવસકર દાનહની વિશેષ મુલાકાતે

vartmanpravah

Leave a Comment