(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: આજરોજ ચણોદ કોલોની સ્થિત સેન્ટ મેરી સ્કૂલમાં 1સ્ટ ઈન્ટર સ્કૂલ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 અને 17 વર્ષની વય મર્યાદાની અંદરના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વાપીની આસપાસની શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં 14 વર્ષના 16 જેટલી શાળા અને 17 વર્ષનાં 13 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રમુખ તરીકે ફાધર લોરેન્સ હતા. શાળાના આચાર્ય ફાધર ડેનિયલ દ્વારા પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના સંચાલકોએ સુયોજન કર્યું હતું. જેમાં 14 વર્ષમાં વિજેતા ટીમ સિધ્ધનાથ પબ્લીક સ્કૂલ હતી અને બીજા સ્થાને મધર ઓફ હોપ આશાધામ સ્કૂલ હતી. અને 17 વર્ષમાં વિજેતા ટીમ અથર્વ પબ્લીક સ્કૂલ હતી અને બીજા સ્થાને સેન્ટ મેરી સ્કૂલ હતી. આમ સફળતાપૂર્વક સેન્ટ મેરી સ્કૂલ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન થયું હતું.