April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવાપી

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

મોટાભાગના સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અને આદિવાસી અગ્રણીઓની ગેરહાજરી ભાજપ મોવડી મંડળ માટે બની રહેલો અભ્‍યાસનો વિષય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના ભીલાડ સ્‍થિત કાર્યરત શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસની શહેરી વિકાસ રાજ્‍ય મંત્રીશ્રી વિનોદભાઈ મરાડિયાના અધ્‍યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પહેલા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની આગેવાની હેઠળ સરીગામ કે ડી બી હાઈસ્‍કૂલથી ભિલાડ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સુધીની એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રેલીમાં આદિવાસીઓની નજીવી હાજરી જોવા મળી હતી અને રેલી બાદસ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં કરવામાં આવેલા સભાના આયોજનમાં કાર્યક્રમનો ફીયાસકો ન થાય તે માટે સંપૂર્ણ હોલ વિદ્યાર્થીઓથી ભરી દેવામાં આવ્‍યો હતો અને બેઠકની આગલી હરોળમાં ગણીયા ગાંઠિયા આદિવાસીઓને બેસાડવામાં આવ્‍યા હતા. જેમાંથી કેટલાકને સ્‍ટેજ ઉપર સ્‍થાન ન આપાતા કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલા કાર્યક્રમને છોડીને ચાલ્‍યા ગયા હતા. આમ આદિવાસીઓના કાર્યક્રમમાં બિનઆદિવાસીઓને આપવામાં આવેલું વધારે પડતું મહત્‍વ શ્રી રમણભાઈ પાટકરની આદિવાસી વિરુદ્ધ નીતિ ઉજાગર થવા પામી હતી. કાર્યક્રમના સંચાલનની જવાબદારી ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની હતી. જ્‍યારે બીજી તરફ ભિલીસ્‍તાન ટાઈગર સેના દ્વારા આદિવાસી આગેવાનોએ કરેલી રેલીના આયોજનમાં વિશાળ સંખ્‍યામાં આદિવાસીઓ ઉમંગ અને ઉત્‍સાહથી ઉમટી પડ્‍યા હતા. જેની નોંધ રાજ્‍યકક્ષાએ લેવામાં આવી રહી છે.
આ અગાઉ ઉમરગામ તાલુકામાં સરપંચ સંગઠનની રચનામાં પણ આદિવાસીઓને અન્‍યાય કરવામાં આવ્‍યો હોવાનું આદિવાસી અગ્રણીઓ અનુભવી રહ્યા છે. ઉમરગામ તાલુકાની 52 ગ્રામ પંચાયતમાંથી 40 થી વધુ ગ્રામ પંચાયતોમાં આદિવાસી સરપંચો સરપંચ તરીકે પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે. ત્‍યારે સરપંચ સંઘના પ્રમુખ તરીકે આદિવાસી સરપંચની પસંદગી કરવાને બદલે મૂળસ્‍થાનિક નહીં હોય એવા બિનઆદિવાસી સરપંચને સરપંચ સંઘના પ્રમુખ તરીકે સરપંચોને વિશ્વાસમાં લેવા વગર ધારાસભ્‍ય શ્રી રામણભાઈ પાટકરના નિવાસ્‍થાનેની એક મિટિંગમાં માત્ર 10 થી 12 સરપંચોની હાજરી વચ્‍ચે સરપંચ સંઘના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે ઘટના બાદ આદિવાસીઓમાં ભારે નારાજગી વ્‍યાપી જવા પામી હતી અને જેના પરિણામે મોટાભાગના કાર્યક્રમોમાં સરપંચો ઈરાદાપૂર્વક ગેરહાજર રહી નારાજગી વ્‍યક્‍ત કરતા હોવાનું આંકલન કરવામાં આવી રહ્યુ છે.

Related posts

વગર લાયસન્‍સે ઉંચુ વ્‍યાજ વસુલ કરતા ઈસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉદવાડા, ઉમરગામ વિસ્‍તારમાં સી.આર.ઝેડ.નું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

ચીખલીના દેગામમાં જિલ્લા કલેક્‍ટરની ઉપસ્‍થિતિમાં ગ્રામસભા યોજાઈઃ અનેક પ્રશ્નોની રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment