October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સ્‍વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્‍યતિથિ નિમિત્તે: વલસાડ નગરપાલિકા સંચાલિત મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્‍ક વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
વલસાડના પાંડે પરિવાર દ્વારા એમના માતૃશ્રી સ્‍વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્‍યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું.
વલસાડ છીપવાડના રહેવાસી અને સતત ત્રણ પેઢીથી વલસાડમાંસેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા પાંડે પરિવાર દ્વારા એમના માતૃશ્રી સ્‍વ.મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્‍યતિથિ નિમિત્તે છેલ્લા 13 વર્ષથી વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત મ્‍યુનિસિપલ હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવાના શુભ આશય સાથે જીવનરક્ષક દવાઓ જે ગંભીર બીમારીઓમાં અત્‍યંત ઉપયોગી જેવી કે ડાયાબિટીસ, કાર્ડિયાક, બ્‍લડ પ્રેશર, વાયરલ તાવ અને ખુબજ ઉપયોગી દવાઓ સાથે વિવિધ ગ્‍લુકોઝની કુલ 4060/- બોટલો ડીસઈનસફેકટન્‍ટ, સેનેટાઈઝરનું નિઃશુલ્‍ક વિતરણના કાર્યક્રમનું આયોજન વલસાડ નગરપાલિકા સંચાલિત સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ ખાતે રાખવામાં આવ્‍યો હતો, જેમાં વલસાડ, નવસારી જિલ્લાના એમ.આર.મિત્રોનો સિંહફાળો રહ્યો હતો. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી કમલેશભાઈ પટેલએ સ્‍વ. કૈલાશનાથ પાંડેજી અને એમના પરિવારની સેવાકીય પ્રવૃતિઓ સમાજ માટે ઉદાહરણ બનશે તેમ જણાવી પાંડે પરિવારના મોભી સ્‍વ.અમરનાથ પાંડેજી દ્વારા કરવામાં આવેલા સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા. કાર્યક્રમમાં પાંડે પરિવારના દિવ્‍યેશ પાંડે દ્વારા મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું તેમજ પરિવારના પ્રજ્ઞેશ પાંડે દ્વારા પરિવાર દ્વારા આપવામાં આવતી નિઃશુલ્‍ક સહાય અંગેની વિસ્‍તૃત માહિતીઓઆપવામાં આવી હતી. વલસાડ મ્‍યુનિસિપલ હોસ્‍પિટલના ડો. શ્રી રોહનભાઈ પટેલ દ્વારા પાંડે પરિવાર થકી હોસ્‍પિટલને કરવામાં આવતી સહાય અંગે આભાર વ્‍યક્‍ત કરી આ કાર્ય અવિરત ચાલુ રહે એવી આશા વ્‍યક્‍ત કરી હતી. કાર્યક્રમમાં વલસાડ વિભાગના ડી.વાય.એસ.પી.શ્રી એમ.એન.ચાવડા દ્વારા પાંડે પરિવાર દ્વારા સતત કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. કાર્યક્રમમાં સોનલબેન સોલંકી, ઝાકીરભાઈ પઠાણ, રાજુભાઈ મરચાં દ્વારા પાંડે પરિવારની સેવા ભાવનાને મંચ પરથી બિરદાવી સ્‍વ. શ્રી કૈલાશનાથ પાંડેજી કાર્યોને યાદ કરી એમની ખોટ સહુને પડી રહી હોવાની વાત કરી હતી. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાઅધ્‍યક્ષ શ્રી રાજેશ ભાનુશાલી, ભરતીય જનતા પાર્ટીના પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઈલિયાસ મલેક, વલસાડ જિલ્લા કોંગ્રેસના જિલ્લા આગેવાન અને પારડી સાંઢપોર ગામના સરપંચ શ્રી ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલ, ડો.અજય પરમાર, વલસાડ નગરપાલીકાના માજી પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી, વલસાડ પત્રકાર વેલ્‍ફેર એસોસિયેશનના પ્રમુખ શ્રી ઉત્‍પલભાઈ દેસાઈ, માજી નગરપાલીકા પ્રમુખ શ્રી રાજેશ પટેલ (રાજુભાઈ મરચાં)વલસાડ વિભાગ કેમિસ્‍ટ એસોસિયેશનના પ્રમુખ શ્રી કૌશિકભાઈ માકડીયા, વલસાડ નગરપાલીકાના સિનિયર સભ્‍યોશ્રી ઝાકિરભાઈ પઠાણ,ઈમ્‍તિયાઝભાઈ કાઝી, મુસ્‍લિમ સમાજના અગ્રણી મૌલાના અફઝલ, પાંડે પરિવારના વડીલ શ્રી પ્રભાશંકર પાંડે હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અંતે વલસાડ વિભાગના ડી.વાય.એસ.પી શ્રી મનોજસિંહ ચાવડાની બદલી અમદાવાદ ખાતે બદલી થતા તેમના 4 વર્ષના કાર્યકાળને બિરદાવી, પાંડે પરિવારના સભ્‍યો બ્રિજેશ, જ્ઞાનેશ, યજ્ઞેશ, પ્રજ્ઞેશ, દિવ્‍યેશ પાંડે દ્વારા તેમને શાલ ઓઢાવી, પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતંું, તેમજ હાજર પત્રકારો અને મહેમાનો દ્વારા પણ તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં પાંડે પરિવારના પરિવારજનો, મિત્રવર્તુળ ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાંડે પરિવારના પુત્રવધુ તેમજ શિક્ષિકા શ્રીમતી મેઘાબેન પાંડે દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ભવ્‍ય આનંદ મેળો યોજાયો

vartmanpravah

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah

લોકસભાની સામાન્‍ય ચૂંટણી-2024ને અનુલક્ષી દાદરા નગર હવેલીમાં જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્‍યંત બિસ્‍માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્‍કેલી

vartmanpravah

Leave a Comment