October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: ધરમપુર તાલુકાના બિલપુડી ગામમાં આવેલી બી.આર.એસ કોલેજ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનિતાબેન ગાંવિતે સંબોધન કરી નહેરૂ યુવા કેન્દ્ર વિશે માહિતી આપી હતી. ધરમપુર કોર્ટના એડવોકેટ કલ્પના ગજરેએ મહિલાઓ ઉપર થતા અત્યાચારો વિશે માહિતી આપી મહિલાઓને ઉપયોગી કાયદા અને હેલ્પલાઈન વિશે માહિતગાર કર્યા હતા. સિદુમ્બર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રતિનિધિ સતિષ પટેલે મહિલાઓના આરોગ્ય અને એઈડ્સ સહિતના રોગો વિશે સવિસ્તાર માહિતી આપી હતી. માલનપાડા આઈટીઆઈના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર જિતેન્દ્રભાઈ થોરાતે સ્કીલ ડેવલપમેન્ટ ઉપર માહિતી આપી હતી. બી.આર.એસ કોલેજના નિવૃત સિનિયર ક્લાર્ક નીતિન ગજરેએ લીડરશીપ વિશે માહિતી આપી હતી. બી.આર.એસ કોલેજના અધ્યાપિકા પ્રવિણાબેન પટેલે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે બી.આર.એસ કોલેજના આચાર્ય અંકુરભાઈ ગાવિત, કોમલબેન ગામીત તેમજ સ્ટાફ અને માલનપાડા આઈટીઆઈના ઈન્સટ્રક્ટર પ્રયાગભાઈ પટેલ હાજર રહ્યા હતા.

Related posts

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જિલ્લાના 30 મંડળોના અધ્‍યક્ષોની કરેલી જાહેરાત

vartmanpravah

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

Leave a Comment