Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસે મુથ્‍થુ ગેંગના બે આરોપીને ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં છેલ્લા કેટલાક સમયથી એક ટોળકી સક્રિય હતી, આ ટોળકીના માણસો લોકોને નોટ બતાવી કપડામાં લપેટેલા કાગળના બંડલ આપતા અને બદલામાં લોકો પાસેથી પૈસા અને મોબાઈલ ફોન લઈને જલ્‍દી પાછો આવું છું એમ બહાનું બનાવી છેતરપિંડી કરીને ભાગી જતા હતા. આ ટોળકીના લોકો મોટાભાગે બેંકની આજુબાજુ અને એ.ટી.એમ. નજીક જ ફરતા રહેતા અને લોકોને શિકાર બનાવતા. જેનો ભોગ બનનાર વ્‍યક્‍તિએ નરોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ પોલીસે સઘન તપાસ હાથ ધરતા આજે મુથ્‍થુ ગેંગના એક આરોપીને ઝડપી પાડવા સફળતા મળીહતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના નરોલી ગામના એક વ્‍યક્‍તિએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યા પ્રમાણે અજાણ્‍યા ઈસમે તેને કપડામાં લપેટેલું બંડલ આપ્‍યું હતું અને જણાવેલ કે આમાં 1,60,000રૂપિયા છે. બાદમાં અજાણ્‍યા ઈસમે ફરિયાદીને આધારકાર્ડ કાઢવાનું બહાનું કરી ફરિયાદી પાસેના 8500 રૂપિયા અને મોબાઈલ ફોન છીનવી લઈ ભાગી ગયો હતો. બીજા કિસ્‍સામાં અન્‍ય એક ફરિયાદીને લાલચ આપી અને પંદર હજાર રૂપિયા અને મોબાઈલ છીનવી લઈ ભાગી ગયો હતો. આ કિસ્‍સામાં 21 નવેમ્‍બર, 2024ના રોજ નરોલી પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્‍યાન બેંક મેનેજરનો ફોન આવેલ જેમાં એમણે એટીએમની અંદર બે શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓ ઉભેલા હોવાની જાણકારી આપી હતી. પોલીસ ટીમે તરત જ શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓને એટીએમમાંથી પકડી લીધા બાદ પૂછપરછ કરતા તેઓએ પોતાની ઓળખ અબોધ શર્મા – રહેવાસી પ્રગતિનગર, નાલાસોપારા, પાલઘર અને ઇજરાઈલ ખાન – રહેવાસી પ્રગતિ નગર, નાલાસોપારા, ઇસ્‍ટ પાલઘર તરીકે જણાવ્‍યું હતું. સાથે તેઓએ કબૂલ્‍યું હતું કે, દાનહના નરોલી વિસ્‍તારમાં કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી હતી. તેઓએ કબૂલ કરતા જણાવ્‍યું હતું કે, તેઓ બેંકમાં પૈસા કાઢવા અથવા તો જમા કરાવવા આવતા લોકોને નિશાન બનાવતા હતાઅને તેઓ નકલી નોટોના બંડલની લાલચ આપતા અને રોકડ રકમ અને મોબાઈલ ફોન ચોરીને ફરાર થઈ જતા હતા. પોલીસની વધુ તપાસ દરમ્‍યાન અબોધ શર્મા પાસેથી એક વિવો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્‍યો હતો. નરોલી પોલીસ મુથ્‍થુ ગેંગના આ બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah

ચીખલીના વંકાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં નુકસાની અંગે ખેડૂતોની રજૂઆતો બાદ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

વલસાડ પારનેરાથી પ્રસુતિ માટે 108 માં જઈ રહેલ મહિલાને વધુ દુઃખ ઉપડતા સ્‍ટાફે રસ્‍તામાં ડિલેવરી કરી

vartmanpravah

વાપી ફાટક પાંચ દિવસ બાદ શુક્રવારે કાર્યરત થતા વાહન ચાલકોએ હળવાશ અનુભવી

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

Leave a Comment